મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

આકાશમાં ફાઈટર પ્લેન મિગ દ્વારા દિલધડક ડ્રીલઃ ૨૦ કિમી ઉપર આકાશમાં જામ્યો જંગ

નવીદિલ્હીઃ પ્રશાંત મહાસાગરમાં નેવી દ્વારા ફાઈટર પ્લેન મિગની દિલધડક ડ્રીલ યોજાઈ હતી. જમીનથી ૨૦ કિ.મી. ઉપર મિગ પાયલોટ દ્વારા પોતાનું યુધ્ધ કૌશલ્ય બતાવ્યુ હતુ. જેમાં રશીયન એરસ્પેસમાં ઘુસષણખોરી કરનાર ફાઈટરને ગોતવાનો અભ્યાસ કરાયેલ. અપગ્રેડેડ મિગ-૩૧ એમબીએ ભાગ લીધો હતો. જેમાં મોકડ્રીલ દરમિયાન પાયલોટે પોતાના ટારગેટ ઉપર નિશાન લગાવી અને દુશ્મનના એરક્રાફટને તોડી પાડવા હવાથી હવામાં વાર કરતી લાંબી રેન્જની મિસાઈલનો ઉપયોગ કર્યો હોત. એર ડીફેન્સ સીસ્ટમ ભેદી અને એરસ્પેસમાં પ્રવેશ કરવાનો હતો.

(3:45 pm IST)