મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

અમેરિકાના ઓરેગન સ્ટેટમાં આવેલા તળાવમાં ભારતીય સ્ટુડન્ટ ડૂબ્યો : 27 વર્ષીય યુવાન સુમેધ મંનરે 25 ફુટ ઉંચેથી તળાવમાં જમ્પ લગાવ્યો

ઓરેગન : અમેરિકાના ઓરેગન સ્ટેટમાં આવેલા ક્રેટર લેકમાં રવિવારે 25 ફુટ ઉંચેથી જમ્પ લગાવનાર ભારતીય મૂળનો 27 વર્ષીય યુવાન ડૂબી જતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઓરેગન સ્ટેટમાં આવેલું ક્રેટર લેક મનોરંજન સ્થળ છે જ્યાં અનેક લોકો વિકેન્ડ ઉજવવા જાય છે. આ તળાવમાં ન્હાવા માટે 25 ફુટ સુધીના જમ્પીંગ રોક મુકવામાં આવ્યા છે તેના ઉપરથી રવિવારે બપોરે 4-40 કલાકે જમ્પ લગાવનાર આ યુવાન ડૂબી ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)