મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ગૃહમંત્રી તરીકે જે હેડ ક્વાર્ટરનું ઉદ્ધઘાટન કર્યું એ ઓફિસમાં ચિદમ્બરમને આરોપી બનાવી લવાયા

નવી દિલ્હી ;પી,ચિદમ્બરમની ગત મોડીરાત્રે નાટ્યાત્મક ઢબે અટકાયત કરાઈ હતી ચિદમ્બરમે જે સીબીઆઇ ઑફિસનું ઉદ્ઘાટન તેમણે ગૃહ મંત્રી રહેતાં કરહ્યુ હતું, તે જ ઑફિસમાં તેમને આરોપી તરીકે લાવવામાં આવ્યાં.હતા

    30 જૂન 2011ના રોજ યૂપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સીબીઆઇની નવી ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. તત્કાલીન વડાપ્રધાન મનમોહન  સિંહ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા અને તત્કાલીન ગૃહ મંત્રી પી. ચિદંબરમ વિશેષ અતિથી તરીકે હાજર રહ્યાં હતા.

  આજે 8 વર્ષ બાદ તે જ સીબીઆઇ ઑફિસમાં ચિદંબરમને આરોપી તરીકે લાવવામાં આવ્યાં છે. આ જ ઑફિસના લૉકઅપમાં તેમણે રાત પસાર કરવી પડી અને ઑફિસરોના સવાલોના જવાબ આપ્યાં. તે સમયે ઉદ્ઘાટન સમારોહમાં પી ચિદંબરમ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, વીરપ્પા મોઇલી પણ હાજર હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે  પી.ચિદંબરમ પૂયીએ સરકારના બીજા કાર્યકાળમાં 29 નવેમ્બર 2008થી 31 જુલાઇ 2012 સુધી ગૃહ મંત્રી હતાં. તે સમયે સીબીઆઇની નવી ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

  બુધવારે મોડી રાતે સીબીઆઇએ તેમને દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી અરેસ્ટ કર્યા હતા. તે પહેલાં પી. ચિદંબરમે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા આપી. તેમણે આ વાતની પણ સ્પષ્ટતા આપી કે ગત 27 કલાકથી તેઓ ક્યાં હતા અને સીબીઆઇની સામે શા માટે આવ્યાં ન હતાં.

  ધરપકડ બાદ પણ પી. ચિંદમ્બરમ માટે આગોતરા જામીનની અરજીનો કોઇ અર્થ નથી રહ્યો. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમના આગોતરા જામીનની સુનાવણીની તારીખ નક્કી કરી હતી. હવે તે નિયમિત જામીન માટે અરજી કરી શકે છે. તેમણે સૌથી પહેલાં તે અદાલતમાંથી જામીન માંગવા પડશે, જેમાં તેમને હાજર કરવામાં આવશે. જો તેમની અરજી અહીં ફગાવી દેવામાં આવશે તો તે ઉચ્ચ અદાલતમાં જામીન માગી શકે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર સીબીઆઇ કોર્ટમાં તેમના 14 દિવસનના રિમાન્ડની માગ કરી શકે છે. સીબીઆઇએ તેમને મુખ્ય ષડયંત્રકર્તા માન્યા છે. આ ઉપરાંત સીબીઆઇ ઉપરાંત ઇડી તરફથી પણ ચિદમ્બરમના રિમાન્ડ માંગવામાં આવી શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પી. ચિદંબરમના ગૃહ મંત્રી રહેતાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ અમિતભાઈ  શાહની ધરપકડ કરી હતી. હવે એક દશક બાદ અમિતભાઈ  શાહ દેશના ગૃહ મંત્રી છે અને પી. ચિદંબરમને સીબીઆઇએ અરેસ્ટ કર્યા છે.

(11:26 am IST)