મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

1982 બેચના IAS અધિકારી રાજીવ ગાબાની કેબિનેટનાં સચિવ તરીકે નિમણુંક

કેબિનેટ સચિવ પી.કે.સિન્હાની જગ્યા લેશે.: કાર્યકાળ બે વર્ષ માટે રહેશે.

 

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાની આગામી કેબિનેટ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે

 ઝારખંડ કેડરના 1982 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી ગાબા શરૂઆતમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળશે અને બાદમાં દેશના ટોચની અમલદારની જવાબદારી સંભાળશે, અને હાલના કેબિનેટ સચિવ પી.કે.સિન્હાની જગ્યા લેશે.

  સરકારી આદેશ મુજબ કેબિનેટની નિમણૂક સમિતિએ રાજીવ ગાબાની કેબિનેટ સચિવ તરીકેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. તેમનો કાર્યકાળ 30 ઓગસ્ટ 2019 થી આગળના ઓર્ડર સુધી, જે અગાઉ છે ત્યાં સુધી બે વર્ષ માટે રહેશે.

(12:00 am IST)