મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

લાપતા થયેલ પી ,ચિદમ્બરમ કોંગ્રેસ મુખ્યાલય પ્રેસ કોન્ફોરન્સ કરશે :સીબીઆઈ ટીમ પણ પહોંચી

કોંગ્રેસ મુખ્યાલયના દરવાજા બંધ કરાયા ;બહાર કોંગ્રેસ કાર્યકરોના સુત્રોચાર

નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ કોંગ્રેસના મુખ્ય મથક પહોંચ્યા છે  પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ હમણાં જ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. પી ચિદમ્બરમ છેલ્લા 24 કલાકથી ગુમ હતા. ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કોંગ્રેસના કાર્યાલયમાં વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અભિષેક, મનુ સિંઘવી સહિત ઘણા નેતાઓ હાજર છે.

    લાપતા થયેલ પી,ચિદમ્બરમ કોંગ્રેસના મુખ્યાલય પર પહોંચ્યા સમયે સીબીઆઈની ટીમ પણ કોંગ્રેસના મુખ્યાલયે પહોંચી છે કોંગ્રેસ મુખ્યલાય બહાર કાર્યકરોનો જમાવડો થયો છે અને ભારે સુત્રોચાર કરી રહ્યાં છે

  ચિદમ્બરમના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ 24 કલાકથી ગુમ હતા. મંગળવારે ચિદમ્બરમના વકીલની સુપ્રિમ કોર્ટમાં ગયા બાદ તેમની આગોતરા જામીન અરજી દિલ્હી હાઈકોર્ટમાંથી રદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં હજી સુનાવણી થઈ નથી.

(12:00 am IST)