મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

હોજમાં નહાતી વખતે પહેરવાની ચડ્ડી ઉપર ભગવાન ગણેશનો ફોટો : અમેરિકાના કેલિફોર્નિયાની કંપનીએ વેચવા મુકેલ પ્રોડક્ટ બજારમાંથી પાછી ખેંચી લેવા તથા માફી માંગવા ઇન્ડિયન અમેરિકન હિન્દૂ ગ્રુપની અપીલ

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં વોટર સ્પોર્ટ્સ માટે કપડાં બનાવતી કંપની Bbosi sports એ પાણીના હોજમાં નહાતી વખતે પહેરાતી ચડ્ડી ઉપર ભગવાન ગણેશનો ફોટો મુકતા તાત્કાલિક આ પ્રોડક્ટ બજારમાંથી પાછી ખેંચી લેવા તથા માફી માંગવા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રી રાજેન ઝેડ.એ અપીલ કરી છે.

શ્રી રાજને જણાવાયા મુજબ ભગવાન ગણેશ હિન્દુઓના આરાધ્ય દેવ છે તથા હિંદુઓ તેમની પૂજા કરે છે.તેમનો ફોટો ચડ્ડી ઉપર મુકવો તે બાબત હિન્દુઓની લાગણીને આઘાત પહોંચાડવા સમાન છે.તેથી તાત્કાલિક આ પ્રોડક્ટ બજારમાંથી પાછી ખેંચી લેવા તથા હિન્દુઓની માફી માંગવા તેમણે કંપનીના સંચાલકોને અપીલ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)