News of Wednesday, 22nd August 2018
મદરેસા ખાતે રાષ્ટ્રગીત રોકવા બદલ મંજુરી રદ
ઉત્તરપ્રદેશ સરકારનો આદેશ
લખનૌ, તા. ૨૨ : સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઉત્તર પ્રદેશના એક મદરેસામાં રાષ્ટ્રગીત ગાવાને લઇને એક શિક્ષક અને કેટલાક શિક્ષકોના વિરોધ બાદ ઉત્તરપ્રદેશ સરકારે મદરેસાની માન્યતાને રદ કરી દીધી છે. સરકારી સુત્રોએ કહ્યું છે કે, મહારાજગંજના કોલહુઈ ક્ષેત્રમાં સ્થિત અરેબિયા અહલે ગર્લ્સ કોલેજની માન્યતા રદ કરી દેવામાં આવી છે. જિલ્લા લઘુમતિ બાબતોના કલ્યાણ અધિકારી પ્રભાત કુમારે કહ્યું છે કે, આરોપોની ચકાસણી માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવાની જાણ કરી છે.
(7:38 pm IST)