મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

દેશમાં સાંપની ૩૦૦થી પણ વધુ જાતિ : રિપોર્ટ

સાંપ કરડવાથી વર્ષે ૫૦૦૦૦ના મોત

કોચી, તા. ૨૨ : કેરળમાં પુર બાદ સ્થિતિ ખુબ જ ગંભીર હજુ પણ બનેલી છે. પાણી ઉતરી રહ્યા છે ત્યારે જુદા જુદા ઝેરી સાંપ પણ દેખાઈ રહ્યા છે જેથી વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે. સાંપ સાથે જોડાયેલા નિષ્ણાત લોકોના કહેવા મુજબ વિશ્વમાં સાંપ કરડવાના કારણે ભારતમાં મૃત્યુદર સૌથી વધુ છે. ૨૦૧૧માં જારી કરવામાં આવેલા આંકડા મુજબ દર વર્ષે સાંપ કરડવાના કારણે ભારતમાં ૫૦૦૦૦ લોકોના મોત થાય છે. ભારતમાં હેપેટિટિસ બીના કારણે જે મોત થાય છે તેના કરતા અડધા મોત સાંપ કરડવાના કારણે થાય છે. પશુઓના પણ સાંપ કરડવાના કારણે મોત થાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ અનેક સાંપ ખુબ ઝેરી પ્રકારના હોય છે. ભારતમાં સાંપની ૩૦૦થી વધુ જાતિઓ રહેલી છે જે પૈકી ચાર જાતિઓ ખુબ જ ઝેરી છે જેમાં કોબ્રા અને ક્રેટ અને વાઇપર જાતિનો સમાવેશ થાય છે.

(7:38 pm IST)