ચેન્નાઇમાં દારૃની મહેફીલમાં ઝઘડો થતા એક મિત્રએ બીજા મિત્રનું પ્રાઇવેટ પાર્ટ વાઢી નાખ્યું
ચેન્નાઇઃ દારૃની મહેફીલ માણી રહેલા બે મિત્રો વચ્ચે દારૃના પેગ બનાવવામાં માથાકુટ થતા એક મિત્રએ બીજા મિત્ર ઉપર હુમલો કરીને તેનું ગુપ્તાંગ વાઢી નાખતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહીતી મુજબ ચેન્નાઇના તિરૃવન્ના મલ્લાઇ ખાતે મજુરી કામ કરતા સુર્તી અને સરવનન ઘરની નજીક આવેલ દારૃની દુકાનેથી દારૃ લઇને દારૃ પીવા બેઠા હતા. ત્યારે દારૃની પેગ બનાવવામાં એકમાં દારૃ ઓછો અને બીજાના ગ્લાસમાં દારૃ વધુ હોવા મુદ્દે બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને આ વાતે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા પથ્થરમારો કર્યો હતો અને સરવનન નામના મિત્રએ તેના મિત્ર સુર્તી ઉપર હુમલો કરીને બ્લેડ વડે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખતા દોડધામ મચી ગઇ હતી. તેને તાત્કાલીક હોસ્પીટલે પહોંચાડીને સારવાર શરૃ કરવામાં આવી હતી જયારે તેના મિત્ર સરવનની ધરપકડ કરવામાં આવી છે.