મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

જેને રામ રાખે તેને કોણ ચાખેઃ બેંગ્લુરૃમાં બે બાઇક વચ્ચેના વિચિત્ર અકસ્માતમાં નાના બાળકનો ચમત્કારીક બચાવ

બેંગ્લુરૃઃ જેને રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત બેગલુરૃમાં સર્જાયેલ અકસ્માતમાં સાચી સાબીત થઇ છે. બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નાના બાળકનો ચમત્કારીક રીતે બચાવ થયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ બેંગ્લુરૃ ટુમપુર હાઇવે ઉપર બાઇક ઉપર દંપતિ તેના બાળક સાથે જઇ રહયા હતા અને આ બાળકને આગળ બાઇકની ટાંકી ઉપર બેસાડયો હતો. ત્યારે ડીવાઇડર પાસે ઉભેલી આ બાઇક સાથે બીજી બાઇક અથડાઇ હતી અને દંપતી બાઇક ઉપરથી ઉછળીને રસ્તા ઉપર પડી ગયા હતા પરંતુ ઉભુ રહયુ ન હતુ અને બાળકને લઇને આગળ નીકળી ગયું હતું. લગભગ પ૦૦ મી. આ બાઇક દોડયું હતું અને આ બાઇક રોડ નીચે પડયું હતું જો કે રોડ નીચે ઘાસ હોવાથી આ બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો જેની તસ્વીરો સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ છે.

(4:28 pm IST)