મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

ટબેકો પ્રોડકટ્સ પર પહેલી સપ્ટેમ્બરથી નવી વોર્નિંગ ઇમેજ

નવી દિલ્હી તા. રરઃ સિગારેટનાં પેકેટ્સ અને બીજી તમાકુ-પ્રોડ્કટસ પર એના સેવનથી થનારા ખતરા વિશેની ચેતવણી આપવામાં આવે છે અને આ વિશેની તસવીર પ્રકાશિત કરવામાં આવે છે, પણ હવે સરકારે નવી વોર્નિંગ-ઇમેજો તૈયાર કરી છે. પહેલી ઇમેજ સપ્ટેમ્બરથી પેકેટ્સ પર છાપવાની ફરજિયાત બનશે. ત્યારબાદ બીજી ઇમેજને ફરજિયાત બનાવાશે. (૭.૩૧)

(3:18 pm IST)