News of Wednesday, 22nd August 2018
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 30 હજાર મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી : વરસાદ માટે દુવા કરી
સિડની : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આજ 22 ઓગ.ના રોજ ઈદ તહેવાર ઉજવાઈ રહ્યો છે.જે અંતર્ગત સિડનીમાં આવેલી 16 મસ્જિદના 30 હજાર મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી.તથા દેશમાંથી દુષ્કાળને દેશવટો મળે અને વરસાદ થાય તે માટે દુવા કરી હતી.ઉપરાંત દુષ્કાળથી અસરગ્રસ્ત મુસ્લિમ ખેડૂતો માટે રાહત ફંડ પણ ભેગું કરવાની શરૂઆત કરી દીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે
(12:13 pm IST)