મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

વીઆરએસ લેવાની ના પાડી શકે નોકરીદાતા -સુપ્રિમ કોર્ટ

સેવા નિવૃતીનો અધિકાર જીવનના અધિકારથી મોટો નથી

નવી દિલ્હી તા. રર :.. સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે સેવાઓની જરૂર હોય તો કર્મચારીને સ્વૈચ્છીક સેવા નિવૃતિ આપવાની ના પાડી શકાય છે.

જસ્ટીસ અરૂણ મિશ્રા અને એસ.એ. નઝીરની બેંચે ઉત્તર પ્રદેશના એક ડોકટર જેણે યુપી સ્વાસ્થ્ય સેવામાંથી સ્વૈચ્છીક સેવા નિવૃતિની અરજી કરી હતી. તેના કેસમાં આવો ચુકાદો આપ્યો હતો.  બેંચે સેવા નિવૃતી આપવાની ના પાડી શકાય.

ડો. અચલસિંહ મેડીકલ હેલ્થ અને ફેમીલી વેલફેર સેંટરમાં સંયુકત નિર્દેશક તરીકે કામ કરતા હતાં. તેમણે સરકારને સ્વૈચ્છીક સેવા નિવૃતિની નોટીસ આપી હતી. પણ સરકારે તેમની અરજી નામંજૂર કરી હતી. તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાઇકોર્ટે નિયમો (ફંડામેન્ટલ રૂલ્સ નિયમ-પ૬-સી) ને જોતા તેમને સેવા નિવૃત કરવાનો હુકમ કર્યો.

આ હુકમની વિરૂધ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઇ. સરકારે કહ્યું કે પ્રદેશ સ્વાસ્થ્ય સેવામાં ડોકટરોની બહુ તંગી છે. આ કારણે સ્વૈચ્છીક સેવા નિવૃતિની અરજી નથી સ્વિકારવામાં આવી. જયારે ડોકટરના વકીલની દલીલ હતી કે રીટાયરમેન્ટ લેવાનો કર્મચારીને અધિકાર છે અને જો કોઇ ખાતાકિય કાર્યવાહી તેની સામે ચાલતી હોય તો જ તેને તેમ કરતા રોકી શકાય. એક વાર સેવા નિવૃતિ માટે ત્રણ મહીનાની નોટીસ અપાઇ હોય તો તે તારીખથી ત્રણ મહીના પછી તેને રીટાયર માની લેવામાં આવે છે.

પણ કોર્ટે કહયું કે ભારતમાં આરોગ્ય સેવાઓ અતિ ગરીબ લોકો માટે છે. નહીતર તો દેશમાં ચેરીટેબલ મેડીકલ વ્યવસાયનું વેપારીકરણ થઇ જાય. બેંચે કહ્યું કે જયારે કોઇ ડોકટરની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવે તો તે રાજીનામું આપે છે. તેને તે જ જગ્યાએ રાખવામાં આવે તો રાજીનામું પાછૂ લઇલે છે. આ સ્થિતીમાં તો લોકોને સારા ડોકટરનો લાભ ન મળે એવું થાય છે. (પ-૯)

(11:38 am IST)