મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

આશુતોષ બાદ આશીષ ખેતાને પણ 'આપ'માંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી તા. ૨૨ : આશુતોષ બાદ વધુ એક પત્રકાર આશીષ ખેતાને પણ આમ આદમી પાર્ટી (આપ)માંથી રાજીનામું આપી દીધું છે. ખેતાને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ૧૫ ઓગસ્ટના રોજ ઇ-મેઇલથી અંગત કારણોસર આપ્યું હોવાનું જણાવતાં રાજીનામું ઇ-મેઇલ કરી દીધુ હતું.

જો કે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હજી તેમને મનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ દિલ્હીના ડાયલોગ કમિશનના ઉપાધ્યક્ષ રહેલા ખેતાન નવી દિલ્હીની લોકસભા બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડવા ઇચ્છી રહ્યાં છે, જયારે પક્ષ કોઇ નવા ચહેરાને ઉતારવાનું વિચારી રહ્યું છે.

જેના કારણે ખેતાને આપમાંથી રાજીનામું આપ્યું હોવાની શકયતા જોવામાં આવી રહી છે. જો કે ખેતાનની નજીકના લોકોએ દાવો કર્યો છે કે તેઓ કાયદાકીય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા વિદેશ જવા ઇચ્છે છે જેને લઇને રાજીનામું આપ્યું છે.

ખેતાને વકિલાત કરવા માટે દિલ્હી ડાયલો કમીશમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે અરવિંદ કેજરીવાલ એવું ઇચ્છે છે કે ખેતાન ભણતર માટે પાર્ટીમાંથી રજા લઇ લે અને ભણતર પૂર્ણ કર્યા બાદ પરત પાર્ટીમાં જોડાઇ જાય.

જો કે એક અહેવાલ મુજબ આપ પાર્ટી દ્વારા દિલ્હી સરકારના વરિષ્ઠ વકીલ રાહુલ મેહરાને ખેતાનના સ્થા નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાની રજૂઆત કરવામાં આવી હતી.(૨૧.૭)

(10:34 am IST)