મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવામાં નહીં આવે

નવીદિલ્હી તા.૨૨: પેટ્રોલ અને ડીઝલને નજીકના ભવિષ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ (જીએસટી) હેઠળ લાવવામાં નહીં આવે અમે એક ટોચના સાધને જણાવ્યું હતું. આ માટે કેન્દ્ર અને રાજય સરકારોનો વિરોધ હોવાનું જણાવવામાં આવ્યું છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં 'વન નેશન, વન ટેકસ' હેઠળ જીએસટીનું અમલીકરણ કરવામાં આવ્યું ત્યારે પેટ્રોલ, ડીઝલ, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ અને એવિયેશન ટર્બાઇન ફયુઅલને એમાંથી બાકાત રાખવામાંઆવ્યાં હતાં.

ઓગષ્ટ મહિનાની ચોથી તારીખે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજયોએ એને જીએસટી હેઠળ લાવવાનો વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે એને કારણે એમની આવકમાં ઘટાડો થવાનો ભય હતો. પેટ્રોલ અને ડીઝલ પર વિવિધ ટેકસને કારણે કેન્દ્ર અને રાજય સરકારોને ઘણી આવક છે અને તેઓ એ છોડવા માટે તૈયાર નથી.

(10:28 am IST)