મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બંગ્લા તોડી પાડવા મહારાષ્ટ્ર સરકારનો આદેશ

નીરવ મોદીનો બંગ્લો કિહિમ ગામમાં અને રાયગઢના અવસ ગામમાં ચોક્સીનો બંગ્લો:મુરુડ અને અલીબાગમાં કુલ 164 કરોડના બિનકાયદેસર બંગ્લાઓ: અલીબાગના 69 અને મરુડના 95 બાંગ્લા વિરુદ્ધ થશે કાર્યવાહી

 

મુંબઈ :દેશનાં સૌથી મોટો બેંકિંગ કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર  સરકારે રાયગઢ જિલ્લાનાં કલેક્ટરને અલીબાગ ખાતેના બંન્ને બિનકાયદેસર બંગ્લાઓને ધ્વસ્ત કરવા આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્રનાં પર્યાવરણ મંત્રી રામદાસ કદલે રાયગઢમાં બિનકાયદેસર બંગ્લાઓ મુદ્દે સમીક્ષા બેઠક બાદ ડીએમને આદેશ આપ્યો છે

બેઠક બાદ રામદાસ કદમે કહ્યું કે, મુરુડ અને અલીબાગમાં કુલ 164 કરોડની કિંમતના બિનકાયદેસર બંગ્લાઓ છે. જેમાંથી કેટલાક બંગ્લાઓ બોલિવુડ સ્ટાર્ડ અને ઉદ્યોગપતિઓનાં પણ છે. અહીં રતન ટાટા, આનંદ મહેંદ્રા, મુકુલ દેવડા અને જીનત અમાનના બંગ્લાનો પણ સમાવેશ થાય છે.

  મંત્રી કહ્યું કે, અલીબાગના 69 અને મરુડના 95 બિનકાયદેસર બંગ્લાઓની વિરુદ્ધ કાર્યવાહી થશે જો કે હાલ સરકારે રાયગઢ જિલ્લા તંત્રને નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બંગ્લાને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે મંત્રીએ કહ્યું કે, ઉલ્લંઘન કરીને બનેલા બિનકાયદેસર બંગ્લાની વિરુદ્ધ જિલ્લા તંત્રની કાર્યવાહી ચાલુ રહેશે

જિલ્લા કલેક્ટર કાર્યાલયના અધિકારીઓએ કહ્યું કે, નીરવ મોદીનો બંગ્લો કિહિમ ગામમાં છે. જ્યારે ચોક્સીનો બંગ્લો રાયગઢ જિલ્લાનાં અવસ ગામમાં છે. અધિકારીઓએ કહ્યું કે, નીરવ મોદીનો બંગ્લો તોડી પાડવામાં આવશે કારણ કે તે કોસ્ટલ રેગ્યુલેશન જોન (સીઆરઝેડ)ના માપદંડોનું ઉલ્લંઘન કરી રહ્યો હતો

(9:00 am IST)