મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

લખનૌમાં અનોખી રીતે ઉજવાશે બકરી ઈદ :જાનવર નહીં કપાશે કેક

કેક પર રખાશે બકરાની તસ્વીર :બકરાની કુરબાની નહિ આપવા અપીલ

 

લખનૌ : દેશભરમાં ધામધૂમ પૂર્વક બકરી ઇદનો તહેવાર ઉજવાઈ રહયો છે જોકે તહેવાર પર બકરીઓની કુર્બાની દેવામાં આવે છે.પણ લખનઉમાં કંઇક અલગ રીતે બકરી ઇદ મનાવવાનું મુસ્લિમોએ આયોજન કર્યું છે. વખતે લખનઉમાં બકરાંની જગ્યાએ કેક કાપીને ઉજવણી કરવામાં આવશે. અને કેક પર રાખવામાં આવશે બકરાંની તસવીર.

  લખનઉમાં બકરી ઇદ પર કેક ખરીદી રહેલા એક વ્યક્તિનું માનવું છે કે, બકરી ઇદ પર બકરાની કુર્બાની આપવી સારી વાત નથી. હું તમામ લોકોને અપીલ કરવા માગુ છું કે, બકરી ઇદ જાનવર કાપીને નહીં પણ કેક કાપીને ઉજવણી કરવામાં આવે.

   પહેલા શિયા મૌલવી મૌલાના સૈફ અબ્બાસે કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હોવાથી આપણો ધ્વજ અડધી કાઠીએ છે, આવા સમયે મુસ્લિમ ભાઇઓને અપીલ છે કે તેઓ બકરી ઇદ સામાન્ય રીતે મનાવે. નમાજ પઢે, કુર્બાની આપે પણ જશ્ન મનાવવામાં આવે.

(12:00 am IST)