મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જિનાલયમાં આઠ દિવસો દરમ્‍યાન મહાપર્યુષણ પર્વની થનારી આરાધનાઃ સપ્‍ટેમ્‍બર માસની છઠ્ઠી તારીખથી આ પર્વની આરાધના શરૂ થશે અને ૧૩મી સપ્‍ટેમ્‍બરના રોજ પૂર્ણાહૂતિ થશેઃ જયારે સપ્‍ટેમ્‍બર માસની ૧૪મી તારીખને શુક્રવારે વહેલી સવારે જૈન સેન્‍ટરમાં તપસ્‍વીઓના સામુહિક પારણાં થશેઃ સપ્‍ટેમ્‍બર માસની ૧૩મી તારીખને ગુરૂવારે સામુહિક સંવત્‍સરી પ્રતિક્રમણ યોજવામાં આવશેઃ પર્યુષણ પર્વની આરાધનાના દિવસો જેમજેમ નજીક આવતા જાય છે તેમ તેમ સંઘના સભ્‍યોમાં અનેરા ઉત્‍સાહની લાગણીઓ પ્રસરી રહેલ છેઃ પર્યુષણ દરમ્‍યાન ભદ્રબાહુજી તથા સંગીતકાર અનીલ ગેમાવત ભારતથી શિકાગો પધારશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં પ્રતિવર્ષ પર્યુષણ મહાપર્વની આરાધન રંગેચંગે થાય છે તે મુજબ આ વર્ષે પણ તે મહાપર્વની આરાધના સપ્‍ટેમ્‍બર માસની છઠ્ઠી તારીખને ગુરૂવારના રોજથી શરૂ થશે અને તેની પૂર્ણાહૂતિ આઠ દિવસને સપ્‍ટેમ્‍બર માસની ૧૩મી તારીખને ગુરૂવારના રોજ થશે જયારે સપ્‍ટેમ્‍બર માસની ૧૪મી તારીખે શુક્રવારે સવારે જૈન સેન્‍ટરમાં તપસ્‍વીઓના સામુહિક પારણા થશે અને તેમાં જૈન સંઘના તમામ ભાઇ બહેનો હાજરી આપશે.

આ મહાપર્વની આરાધના અંગેની માહિતીમાં જાણવા મળે છે તેમ પર્યુષણ પર્વની શરૂઆત છઠ્ઠી સપ્‍ટેમ્‍બરના રોજ થશે અને આ આરાધનાના દિવસો દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરરોજ સવારે પક્ષાલ, પૂજા, તેમજ સ્‍નાત્રાપૂંજા,તેમજ વિવિધ દિવસો દરમ્‍યાન મુની સુવત સ્‍વામી ભાવવંદન કલ્‍પસૂત્રની બોલી, ૨૪ તીર્થકર પૂંજન, નવપદ પૂંજન અંગ્રેજીમાં મહાવીર સ્‍વામી ભગવાનના માતા પિતાની ધીમી બોલી, કુમારપાળ રાજાની આરતી, મહાવીર જન્‍મ વાંચનના દિવસે સ્‍વપ્‍ન દર્શન, લધુ સિધ્‍ધચક્ર પુંજન, ધર્મ પ્રશ્નો ત્તરી, આત્‍મસિધ્‍ધી શાસ્‍ત્ર તથા શ્રીમદ રાજચંદ્ર ભક્‍તિ, પૌષધની પ્રક્રિયા, બારસા સૂત્રનું વાંચનના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

સપ્‍ટેમ્‍બર માસની ૧૪મી તારીખને શુક્રવારે સામુહિક પારણાંનો કાર્યક્રમ જૈન સેન્‍ટરમાં યોજવામાં આવશે.

પર્યુષણ પર્વ દરમ્‍યાન તપヘર્યા વિનાના તમામ ભાઇ બહેનો માટે સ્‍વામી વાત્‍સલ્‍યનું આયોજન કરવામાં આવેલ છે. સપ્‍ટેમ્‍બર માસની ૯મી તારીખને રવીવારે ૨૪માં તીર્થકર ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણ મહોત્‍સવની શાનદાર ઉજવણી કરવામાં આવશે અને બપોરે ૧૨:૩૯ કલાકથી આ ઉજવણીની શરૂઆત થશે.

સપ્‍ટેમ્‍બર માસની ૩૦મી તારીખને રવીવારે તપસ્‍વીઓનું બહુમાન કરવામા આવશે અને સર્વેની યાત્રા કાઢવામાં આવશે.

વિશેષમાં ઓગષ્‍ટ માસની ૨૫મી તારીખથી ૨૮મી તારીખ દરમ્‍યાન શ્રીમતી રૂપાબેન શાહના ધાર્મિક પ્રવચનોનો કાર્યક્રમ જૈન સેન્‍ટરમાં યોજવામાં આવશે તો સર્વેને લાભ લેવા વિનંતી છે.

(10:04 pm IST)