મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

‘‘આદિ શુક્રવારા દીપા પૂજા'': યુ.એસ.ના મિનાક્ષી ટેમ્‍પલ હયુસ્‍ટમાં ૧૦ ઓગ. શુક્રવારના રોજ ઉજવાઇ ગયેલો તહેવારઃ મહિલાઓએ દીવા પ્રગટાવી અષ્‍ટલક્ષ્મી, વેંકટેશ્વર, ભૂદેવી તથા કળશ પૂજા કરી

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં આવેલા મિનાક્ષી ટેમ્‍પલમાં ૧૦ ઓગ.૨૦૧૮ શુક્રવારના રોજ ‘‘આદિ શુક્રવારા દીપા પૂજા'' કાર્યક્રમ યોજાઇ ગયો. જે તહેવાર શુક્રવારના રોજ શક્‍તિ તથા લક્ષ્મી પૂજા માટે ઉજવાયો હતો.

આ પ્રસંગે મહિલાઓએ ઘીના દિવા કરી લક્ષ્મી પૂજન કર્યુ હતું. મંદિરના પૂજારીઓએ પૂજા વિધિ કરાવી હતી. તથા  અષ્‍ટલક્ષ્મી પૂજા, વેંકટેશ્વરા, ભૂદેવી, શ્રી દેવી, તથા કળશપૂજા કરાવી હતી. બાદમાં પ્રસાદ વિતરણ કરવામાં આવેલ તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:01 pm IST)