મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

અમેરિકાના જયોર્જીયામાં આવેલા ICE ડીટેન્‍શન સેન્‍ટરમાં શીખ નિરાશ્રિતો લાચાર અવસ્‍થામાં: છેલ્લા આઠ માસથી ગોંધી રખાયેલા નિરાશ્રિતોને ન્‍યાય અપાવવા ઇન્‍ડિયન અમેરિકન અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી રજુઆત કરી

જયોર્જીયાઃ અમેરિકાના જયોર્જીયામાં આવેલા ICE સેન્‍ટરમાં લાંબા સમયથી ગોંધી રખાયેલા શીખ નિરાશ્રીતોને થતી હેરાનગતિના વિરોધમાં તેઓ ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેમના સમર્થન માટે તાજેતરમાં એશિઅન અમેરિકન્‍સ એડવાન્‍સીંગ જસ્‍ટીસ એટલાન્‍ટા, તથા સાઉથ એશિઅન બાર એશોશિએશન ઓફ જયોર્જીયા તેમજ ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી વર્કસના સંયુક્‍ત ઉપક્રમે પ્રેસ કોન્‍ફરન્‍સનું તાજેતરમાં આયોજન કરાયું હતું. તથા આ બાબતે ઘટતું કરવા ICE સમક્ષ રજુઆત કરાઇ હતી. જે માટે ફોન કરવા છતાં ICE ડીટેન્‍શન સેન્‍ટરના અધિકારીઓ આ પ્રેસ કોન્‍ફરન્‍સ સમયે ફોન ઉપાડતા નહોતા.

ઉલ્લેખનીય છે કે આ શીખ નિરાશ્રિતોને છેલ્લા આઠ માસથી ડીટેન્‍શન સેન્‍ટરમાં ગોંધી રખાયા છે. જે અંગે તમામ અગ્રણીઓએ ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી છે.

(10:01 pm IST)