મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

૧૦મા ધોરણની વિદ્યાર્થીની મોમો ચેલેન્જ ગેમની શિકાર બનીઃ ભારતનો સૌથી પહેલો કિસ્સોઃ ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા બાદ હાથની નસ કાપી લઇ આપઘાત કરી લીધો

ફોટોઃ momo3-640x422

અજમેરઃ જીવલેણ બ્લૂ વ્હેલ ચેલેન્જ પછી ઈન્ટરનેટ પર વધુ એક ચેલેન્જ વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં મોમો ચેલેન્જ નામની આ ગેમનો પહેલો શિકાર એક દસમા ધોરણમાં ભણનારી સ્ટુડન્ટ દસમા ધોરણમાં અભ્યાસ કરી રહેલી એક છોકરીના મૃત્યુ પછી તેના પરિવારે તેના માટે આ ગેમને જવાબદાર ગણાવી છે અને તપાસની માંગ કરી છે. બાળકીએ ફાંસીથી લટકીને આત્મહત્યા કરી છે. તેની એક મિત્રએ તેના ભાઈને જણાવ્યુ કે તે મોમો ચેલેન્જના ફાઈનલ રાઉન્ડમાં પહોંચવા બદલ ઘણી ખુશ હતી.

તેના ભાઈએ જણાવ્યું કે, ફ્રી ટાઈમમાં તે ઘરે અને સ્કૂલમાં પણ મોમો ચેલેન્જ રમતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે ફાંસી લગાવતા પહેલા નસ પણ કાપી હતી. પોલીસ ઓફિસર્સના જણાવ્યા અનુસાર, તેણે સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતું કે તે ખરાબ માર્ક્સને કારણે આ પગલું ભરી રહી છે. પોલીસે જણાવ્યું કે તે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટ્રીની તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મોમો ચેલેન્જ અમેરિકા, આર્જેન્ટિના, ફ્રાન્સ, મેક્સિકો અને જર્મની જેવા દેશોમાં ઘણો પ્રખ્યાત છે. આને કારણે આર્જેન્ટિનામાં એક 12 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી હતી. આ ગેમમાં કોઈ અજાણ્યા નામથી ખતરનાક ચેલેન્જ મળે છે.

આ ચેલેન્જ જોખમી છે. ચેલેન્જ પૂરો ન થાય તો યુઝરને મોમો ધમકાવે છે અને સજા આપવાની ધમકી આપે છે. યુઝર ડરીને આદેશ માનવા પર મજબૂર થઈ જાય છે. તે મોમોની વાતોમાં આવીને માનસિક રીતે સ્ટ્રેસમાં જતા રહે છે અને જીવ આપવા મજબૂર થઈ જાય છે. મોમો ચેલેન્જમાં મોટાભાગે બાળકો અને યંગ જનરેશન સામેલ થાય છે.

(12:00 am IST)