મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

દેશમાં ગરીબો અને શ્રીમંતો માટેના કાનૂન અલગ ન હોઈ શકે : મધ્ય પ્રદેશ કોંગ્રેસ લીડર દેવેન્દ્ર ચૌરાસીયાની હત્યાના આરોપી BSP ધારાસભ્યના પતિ ગોવિંદસિંઘને હાઇકોર્ટે આપેલા જામીન મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

ન્યુદિલ્હી : મધ્ય પ્રદેશ કોંગ્રેસ લીડર દેવેન્દ્ર ચૌરાસીયાની હત્યાના આરોપી BSP ધારાસભ્ય મહિલા રામબાઈ સિંઘના પતિ ગોવિંદસિંઘને હાઇકોર્ટે આપેલા જામીન મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે દેશમાં ગરીબો અને શ્રીમંતો માટેના કાનૂન અલગ ન હોઈ શકે . મની , મસલ્સ પાવર અને રાજકીય વગ ધરાવતા લોકો અને સામાન્ય માણસ માટેના કાનૂન અલગ ન હોઈ શકે .

સુપ્રીમ કોર્ટમાં મૃતક દેવેન્દ્ર ચૌરાસીયાના પુત્ર સોમેશ ચૌરસીએ પિટિશન કરી હતી.જેમાં જણાવ્યું હતું કે પોતાના પિતાની હત્યાના આરોપીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપેલા જામીન રદ કરવા માટે પોતે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે નામંજૂર કરાઈ છે.

આથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ ઋષિકેશ  રોયની બેન્ચે મધ્યપ્રદેશ હાઇકોર્ટના આદેશને બાજુએ રાખીને ઉપરોક્ત  ટિપ્પણી કરી હતી. જેમાં હત્યાના આરોપી બસપાના ધારાસભ્ય રામબાઈ સિંઘના પતિ ગોવિંદસિંહને અપાયેલા  જામીન નામંજૂર કરવાનો ઇનકાર કરાયો હતો .

સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યા મુજબ ટ્રાયલ જજ ઉપર રાજકીય દબાણ થયું હોવાથી જામીન મંજુર કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.આથી સુપ્રીમ કોર્ટે આ બાબતે તપાસ કરી ખરી હકીકત જાણી એક મહિનામાં યોગ્ય કરવા  મધ્ય પ્રદેશ હાઇકોર્ટને સૂચના આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:42 pm IST)