મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

અયોધ્યાનો ૮૪ કોસી પરિક્રમા માર્ગ રાષ્ટ્રીય રાજમાર્ગ જાહેર

નીતિન ગડકરીની જાહેરાતઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આભાર વ્યકત કર્યો

અયોધ્યા તા. ૨૨, અયોધ્યાની ૮૪ કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય રાજમાર્ગ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી  નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે.

 તેઓએ ટ્વિટ કરી જણાવ્યું કે,અયોધ્યામાં અંદાજિત ૮૦ કીમીનો રિંગ રોડ અને ૨૭૫ કિમિની અયોધ્યા ચૌરાસી કોસી પરિક્રમા માર્ગ નેશનલ હાઇવે બનશે.  દેશ અને વિદેશના પર્યટકો અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા ફોરલેન માર્ગથી કરી શકશે. અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય રાજમાર્ગ જાહેર કરવા પર  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ટ્વિટ કરી આભાર વ્યકત કર્યો છે. તેઓએ જણાવ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ચૌરાસી કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય રાજમાર્ગ જાહેર કરવા માટે સૂચના જાહેર કરવી અયોધ્યાના પુરાતન ગૌરવની  પુનઃસ્થાપના માટે એક બઢાવો છે.

 અયોધ્યાની ૮૪ કોસી પરિક્રમા માર્ગ ૨૭૫.૩૫ કિમિ સુધી ફેલાયેલી છે. જેમાં અયોધ્યા, આંબેડકર નગર, બારાબંકી, બસ્તિ, અને ગોંડા સહીત ૫ જિલ્લાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રાજમાર્ગ બનવાથી ગોંડા, રાયબરેલી, અયોધ્યા, સુલતાનપુરના લોકો પણ આનાથી સીધા જોડાઈ જશે. હિંદુઓમાં અનેક માન્યતાઓ છે. રાજા દશરથની અયોધ્યા ૮૪ કોર્સમાં ફેલાયેલી હતી. ભગવાન રામ સાથે જોડાયેલા આ પૌરાણિક સ્થળ  ૮૪ કૉસ પરિક્રમા માર્ગ પર છે. અયોધ્યાથી ૨૦ કિમિ ઉત્તર સ્થિત બસ્તિ જિલ્લાના  મખૌડા  ધામથી પરિક્રમા યાત્રા શરૂ થાય છે. રસ્તામાં કુલ ૨૧ પડાવ આવે છે. અયોધ્યામાં ત્રણ પ્રકારની પરિક્રમા થાય છે. જેને ૮૪ કોસી પરિક્રમા કહે છે.

રામજન્મ ભૂમિ સ્થાયી સુરક્ષા સમિતિની બેઠક

 અયોધ્યામાં રામજન્મ ભૂમિ સ્થાયી સુરક્ષા સમિતિની બેઠકમાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.વબેઠકમાં લખનૌથી પકડાયેલા  અલકાયદાના આતંકીઓનો મુદ્દો પણ ઉઠ્યો હતો. એડીજી સુરક્ષા વી કે સિંહે જણાવ્યું કે, રામ જન્મભૂમિની સુરક્ષા વ્યવસ્થામાં પહેલા જ સીઆરપીએફ, પીએસી અને જિલ્લા પોલીસ તૈનાત છે. અને રામ મંદિર નિર્માણે જોતા સુરક્ષા સબંધિત કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રામ જન્મભૂમીની સુરક્ષાને લઇ કોઈ સમજૂતી કરી શકાય નહિ.

૩૦ જુલાઈના ૯ મેડિકલ કોલેજની ભેટ આપશે વડાપ્રધાન મોદી

 ૩૦ જુલાઈના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યુપી માં નવી ૯ મેડિકલ કોલેજની ભેટ આપશે. આ સાથે જ યુપીમાં મેડિકલ કોલેજની સંખ્યા ૪૮ થઇ જશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સરકાર પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવા માટે મક્કમ છે.  તેઓએ આ ઐતિહાસિક અવસર હશે  તેમ કહેતા કહ્યું છે કે,  યુપીને એક સાથે ૯ જિલ્લામાં મેડિકલ કોલેજ મળવા જય રહી છે. તેના લોકાર્પણ કાર્યક્રમની તૈયારી કરવા સૂચના આપી દેવામાં  આવી છે. વડાપ્રધાન ૩૦ જુલાઈના સિદ્ધાર્થનગર આવી રહ્યા છે અને ત્યાંથી ૯ મેડિકલ કોલેજ જૌનપુર, ગાજીપુર, દેવરિયા, મિર્જાપુર, ફતેહપુર, પ્રતાપગઢ, હરદોઈ, અને એટામાં વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

(3:53 pm IST)