મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

કૃષિ કાયદા વિરૂદ્ઘ સંસદ પરિષદમાં કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન

સરકાર માટે સમય અત્યારે કપરો હોય તેવુ લાગી રહ્યુ છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ Pegasus Spyware જાસૂસી મામલે સરકારને સતત સવાલો કરી રહી છે, તો બીજી તરફ સંસદની બહાર આજે ખેડૂતો મોટી સંખ્યામાં આવીને પોતાની સંસદ ચલાવી રહ્યા છે અને સરકારને આડે હાથ લઇ રહ્યા છે. ગુરુવારે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનાં સાંસદોએ ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીનાં સાંસદોએ કૃષિ કાયદા વિરુદ્ઘ પ્રદર્શન કર્યું હતું, કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી પણ તેમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓ સાથે ઉપસ્થિત રહેલા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ફરી એકવાર પોલીસ દ્વારા બસોની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂત જંતર-મંતર સુધી પહોંચવામાં મોડા થયા છે. અન્ય ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને સરકાર વારંવાર તેમના વચનોથી પલટી રહી છે. અને ખેડૂતોનાં રસ્તામાં પરેશાન કરી રહી છે. ખેડૂતોનાં વિરોધ વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, અમે ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ, અમે અગાઉ પણ વાતો કરતા રહ્યા છીએ. મોદી સરકાર ખેડૂત હિતેચ્છુ છે.

(3:05 pm IST)