મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

નવી નથી અસ્લિલ ફિલ્મોની રમત, કેટલાક પહોંચી ગયા છે જેલમાં

ડર્ટી પિકચરથી રાજ કુન્દ્ર લાખો રૂપિયા કમાણો, હોટહીટમાં અસ્લિલતાની હદો પાર

મુંબઈ,  તા. ૨૨: અસ્લિલ ફિલ્મો બનાવી  અને એપના માધ્યમથી ઓટીટી  પ્લેટફોર્મ પર કેટલાક નક્કી કરાયેલા ગ્રાહકોને બતાવી પૈસા કમાવવાની રમત નવી નથી. મુંબઈ પોલીસે ફેબ્રુઆરી મહિનામાં પોર્ન ફિલ્મ બનાવવાનું રેકેટ ઝડપી પાડયું હતું. તેના ૬ માસ પછી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી. ડર્ટી પિકચર સાથે સંકળાયેલા ૧૧ લોકો જેલમાં છે. પોલીસના હાથમાં એવા સબૂત આવ્યા છે જે કુન્દ્રા અને તેના સાથિઓની  ઊંઘ ઉડાવી દયે. આ સબૂત હોટહિટ એપથી થયેલી કમાણી સાથે જોડાયેલા છે.

કુંદ્રાના બેન્ક ખાતામાં હોટહિટના માધ્યમથી અપલોડ કરેલી અસ્લિલ ફિલ્મોએ તમામ હદ વટાવી દીધી છે. લંડન આધારિત કેનરિન -ોડકશન હાઉસના હૉટશોટ્સ પર અપલોડ કરવામાં આવેલી ફિલ્મો આટલી ગંદી નથી. હોટશોટ્સની જેમ જ હોટહિટ એપ પણ કુન્દ્રાની જ છે. તેના માટે સબ્સક્રિપ્સન લેવું પડે છે. જેનાથી કુન્દ્રાને વધુ કમાણી થઇ છે. કુંદ્રાના આઈસીઆઈસીઆઈ બેન્ક ખાતામાં દર બીજા ત્રીજા દિવસે બે થી ત્રણ લાખ રૂપિયા જમા થયા છે.

પોર્ન ફિલ્મ બનાવવાના આરોપસર ગિરફ્તાર કરવામાં આવેલી ગેહના કેટલાક મહિના સુધી જેલમાં રહી છે. ગેહનાએ કોઈનું પણ નામ લીધા વગર  બુધવારે કહ્યું કે, હવે જલ્દી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. હકીકત જલ્દી જ સામે આવશે. માસ્ટર માઈન્ડ કાનૂનના સીકંજામાં છે.

સેંકડો પોર્ન ઓટીટી

ગહેનાના કાયદાકીય મામલાને જોનાર કલીન રેમેડિયોજે કહ્યું કે, દેશમાં સેંકડો પોર્ન ઓટીટી છે. આ દર સપ્તાહે મોટી સંખ્યામાં પોર્ન કલીપ બનાવે છે. મોટી માછલીઓ કરોડો કમાઈ રહી છે. ગહેનાને ભ્રમિત કરી આ ધંધામાં લાવવામાં આવી.

શિલ્પાને હતી બધી ખબર

કુંદ્રા પર  અભદ્રતાનો આરોપ લગાઈ ચુકેલી  મોડેલ સાગરિકા સોના સુમને કહ્યું કે, કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીને બધી ખબર છે. શિલ્પા કુંદ્રાની કંપનીમાં ડિરેકટર છે.  પોલીસે કુંદ્રાના પોર્ન રેકેટ વિશે તેની પણ પૂછપરછ કરવી જોઈએ.

 કુંદ્રાના ખાતામાં જમા થયેલી રકમ

૨૦ ડિસેમ્બર ૨૦૨૦  ૩ લાખ,  ૨૫ ડિસેમ્બર   ૧ લાખ, ૨૬ ડિસેમ્બર      ૧૦ લાખ, ૨૮ ડિસેમ્બર , ૫૦ હજાર, ૩ જાન્યુઆરી ૨૦૨૧   ૨.૦૫ લાખ, ૧૦ જાન્યુઆરી ૩ લાખ, ૧૩ જાન્યુઆરી  ૨ લાખ, ૨૦ જાન્યુઆરી,           ૧ લાખ, ૨૩ જાન્યુઆરી ૯૫ હજાર, ૩ ફેબ્રુઆરી ૨.૭૦ લાખ.

(2:57 pm IST)