મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

પુરથી પાક બગડ્યો અને અંતિમ સંસ્કારમાં પણ મુશ્કેલી

દેશમાં અનેક જગ્યામાં ભારે વરસાદથી પુરની સ્થિતી સર્જાણી છે. ત્યારે બે તસ્વીરો હૃદયદ્વાવક છે. એક તસ્વીરમાં જગતાત પરેશાન છે, જ્યારે બીજી તસ્વીરમાં અવસાન પામેલ વ્યકિતના પરિવારજનો મુશ્કેલીમાં છે. પંજાબના જટ્ટાન ખેરન ગામમાં ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોની ધાન્યના પાક બરબાદ થઇ ગયા છે. જ્યારે બિહારના દરભંગામાં આવેલ પૂરથી મૃતદેહની અંતિમ વિધીમાં પણ પારવાર મુશ્કેલી આવી રહી છે.

(2:56 pm IST)