મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

ત્રીજી લહેરનો સંકેત ? : દેશમાં 13 રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસમાં વધારો :આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતી રાખવા સૂચના

કોરોનાના તમામ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું પડશે નહીંતર પરિસ્થિતિ બગડી શકે

નવી દિલ્હી :  દેશના ૧૩ રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે ત્યારે તેની સામે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતી રાખવાની સુચના આપવામાં આવી છે. ત્રીજી લહેરનો સંકેત પણ તેને માનવામાં આવી રહ્યો છે ત્યારે તમામ રાજ્ય સરકારોને સાવધાન કરી દેવામાં આવી છે.

  ૧૩ રાજ્યો પૈકી આંધ્ર પ્રદેશ કેરળ ઓરિસ્સા મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બનેલી દેખાઈ રહી છે કારણ કે ત્યાં અન્ય રાજ્યો કરતાં મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને ફરીવાર હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે.

   આવનારા દિવસોમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કેસમાં વધારો થવાના અણસાર દેખાઈ રહ્યા છે ત્યારે લોકોએ ભીડ એકત્ર કરવી જોઈએ નહીં અને કોરોનાના તમામ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું પડશે નહીંતર પરિસ્થિતિ બગડી શકે છે. હજુ પણ ઘણા બધા રાજ્યોમાં લોકો મોટી સંખ્યામાં બજારોમાં ભીડ એકત્ર કરી રહ્યા છે અને રાજ્ય સરકારોને પણ આવા લોકો સામે પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.

(11:12 am IST)