મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

અમેરિકામાં ફરી તાંડવ મચાવતો કોરોનાઃ એક જ દિવસમાં પ૯૦૦૦ કેસ નોંધાયા

ફલોરિડામાં જ ૯૦૦૦ કેસઃ એપ્રિલ બાદનો સૌથી મોટો આંકડો

વોશીંગ્ટન તા. રર :.. કોરોના વાયરસનું ડેલ્ટા સ્વરૂપ મૂળ વાયરસથી ઘણુ ખતરનાક અને વધુ સંક્રામક છે. ઝડપથી રસીકરણવાળા દેશોમાં પણ કેસ વધી રહ્યા છે. અમેરિકામાં અનેક રાજયોમાં કેસ વધતા ચિંતા ઉભી થઇ છે.

ફલોરિડાની વાત કરીએ તો એક દિવસમાં ૯૦૦૦ કેસ નોંધાયા છે. આ આંકડો એપ્રિલ બાદનો સૌથી મોટો આંકડો છે.એટલુ જ નહિ અમેરિકામાં એક દિવસમાં પ૯૦૦૦ જેટલા કેસ નોંધાયા છે જે એપ્રિલ બાદ સૌથી મોટો આંકડો છે.

રાષ્ટ્રપતિ બાયડને ડેલ્ટા સ્વરૂપ સામે એલર્ટ રહેવા લોકોને હાકલ કરી છે.

માત્ર ફલોરિડા જ નહિ દેશના અનેક ભાગોમાં નવા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.

(11:07 am IST)