મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

ભારતમાં ત્રીજી લહેરના ટકોરા : ૧૩ રાજ્યોમાં ખતરાની ઘંટડી

કેરળ - આંધ્ર અને પૂર્વોત્તર સહિત ૧૩ રાજ્યોમાં વધતા સક્રિય કેસે વધારી ચિંતા : કોરોનાની સ્થિરતા ત્રીજી લહેરની આશંકા તો નથી ને ? જો કે ત્રીજી લહેર ભયાનક તો નહિ હોય

નવી દિલ્હી તા. ૧૨ : રસીકરણ છતાં બ્રિટન, રશિયા સહિત અનેક દેશોમાં કોરોનાના સંક્રમણે ભારની ચિંતા વધારી છે. જો કે દેશમાં લગભગ ૬૮ ટકા લોકો સીરો પોઝિટિવ જોવા મળ્યા છે. પરંતુ તેમ છતાં કોરોના સંક્રમણના દૈનિક મામલા એક મહિનામાં ૪૦ હજાર પર સ્થિર છે. વિશેષજ્ઞ ચિંતા વ્યકત કરી રહ્યા છે કે આંકડા સ્થિર થયા બાદ આમા વધારો થઈ શકે છે.

કોરોનાની બીજી લહેર બાદ સીરો સર્વેમાં લગભગ ૬૮ ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી હતી. જેમાં રસી લગાવી ચૂકેલા તમામ સામેલ છે. પરંતુ તેમ છતાં દેશના  ૧૩ રાજયોમાં કોરોનાના સક્રિય રોગોમાં વધારાનું વલણ છે. કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા ઉપરાંત પૂર્વોત્ત્।રના તમામ રાજયોમાં કોરોનાના દૈનિક મામલાનો દર ઉંચો બનેલો છે.

વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કમ્યૂનિટી મેડિસિન વિભાગના નિર્દેશક પ્રોફેસર જુગલ કિશોરે કહ્યું કે મોટા પાયા પર લોકોમાં એન્ટીબોડી મળી રહી છે જે સ્પષ્ટ છે કે ત્રીજી લહેર પહેલા જેવી ભયંકર નહીં હોય. પરંતુ જે રીતે તેજીથી કેસમાં ઘટાડો આવી રહ્યો છે અને તે ૪૦ હજાર પર સ્થિર થઈ ગયા છે. તે ત્રીજી લહેરને આહટ હોઈ શકે છે. અનેક દેશમાં એવું જ થયું છે. તેઓ અત્યાર સુધી અનેક લહેરોનો સામનો કરી ચૂકયા છે. અનેક રાજયોમાં ૨દ્મક વધારે લહેર આવી ચૂકી છે.

કિશોરે કહ્યું કે આવનારા દિવસોમાં સંક્રમણ વધવાનું વલણ દેખાઈ શકે છે. પરંતુ ભીડ ન ભેગી થવી જોઈએ જેથી ત્રીજી લહેર ખતમ થઈ જાય. બેદરકારી ભારે પડી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કેરળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, પૂર્વોત્તરના ૮ રાજયો સહિત કુલ ૧૩ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિય મામલા નોંધાયા છે. જે એકિટવ કેસ વધવાના સંકેત આપી રહ્યા છે. આઈઆઈટી કાનપુરનું કહેવું છે કે ત્રીજી લહેર ઓગસ્ટમાં આવી શકે છે. તો હૈદરાબાદ યુનિવર્સિટીનો દાવો છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં જ કેસ વધારા સાથે ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે.

એનસીડીસીનું કહેવું છે કે ૮૦ ટકાથી વધારે સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટના કારણે થઈ રહ્યું છે. જે ત્રીજી લહેરનું કારણ બની શકે છે. જે રીતે ૬૮ ટકા વસ્તીને માર્ચથી જૂનની વચ્ચે સંક્રમણ થયું છે. તેમનામાં ૬ મહિના સુધી એન્ટી બોડી અસરદાર રહી શકે છે. એ બાદ તે ખતમ થઈ જાય છે. રસી લેનારામાં પણ ૬ મબિનામાં બાદ ઈમ્યૂનિટી ખતમ થવાનું શરુ થઈ જાય છે જે ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે છે. વર્ષના છેલ્લા મહિનામાં ૬૮ ટકા વસ્તી પણ સંવેદનશીલ હશે.

ડેલ્ટા પ્લસમાં ૨ ફેરફાર થઈ ચૂકયા છે પણ હજું તે સંક્રમક નથી. પણ આ વેરિએન્ટની અસર અને અન્ય નવા વેરિએન્ટની એન્ટ્રી પણ ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

(10:25 am IST)