મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

કોનું સ્પર્મ શ્રેષ્ઠ છે તે માટે ચીનની સ્પર્મ બેંકે યોજી સ્પર્ધા

શાંઘાઈની હ્યુમન સ્પર્મ બેંકની આ સ્પર્ધામાં ૨૦થી ૪૫ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે : આ સ્પર્ધાનો હેતું કોના સ્પર્મ સૌથી વધારે પ્રોડકિટવ છે અને સૌથી સુંદર છે તે ચકાસવાનો છે : સ્પર્ધામાં ભાગ લેનાર ચીનનો નાગરિક હોવો જોઈએ અને શાંઘાઈમાં રહેતો હોવો જોઈએ

શાંઘાઇ તા. ૨૨ : ચીનની એક સ્પર્મ બેંકે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધા યોજી હતી જેમાં તેઓ જોવા ઈચ્છતા હતા કોનું સ્પર્મ (વીર્ય) શ્રેષ્ઠ છે. શાંઘાઈની હ્યુમન સ્પર્મ બેંકે આ સ્પર્ધાના માધ્યમથી ડોનર્સ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ૧૨ જુલાઈએ શરૂ થયેલી આ સ્પર્ધા શાંઘાઈના ૨૦થી ૪૫ વર્ષના વિદ્યાર્થીઓ માટે મફતમાં રાખવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ભાગ લેનારાઓના નામ જાહેર કરવામાં નહીં આવે. આ સ્પર્ધાનો હેતું કોના સ્પર્મ સૌથી વધારે પ્રોડકિટવ છે અને સૌથી સુંદર છે તે ચકાસવાનો છે. આ સ્પર્ધામાં વિજેતાઓ માટે કોઈ ઈનામ રાખવામાં આવ્યું નથી. જોકે, તેમની સાથે ડોનર તરીકેનો કરાર કરવામાં આવશે અને ભવિષ્યમાં તેઓ સ્પર્મ ડોનેશન કરશે ત્યારે તેમને રૂપિયા આપવામાં આવશે.

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે આ સ્પર્ધામાં ભાગ લેનાર ચીનનો નાગરિક હોવો જોઈએ અને શાંઘાઈમાં રહેતો હોવો જોઈએ. આ ઉપરાંત તેની ઊંચાઈ ઓછામાં ઓછી ૫ ફૂટ ૫ ઈંચ હોવી જોઈએ અને તેણે કોલેજ લેવલનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. જે લોકોને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો અને જિનેટિક રોગો હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.

રેન્જી હોસ્પિટલના ફર્ટિલિટી સેન્ટરના ઈનચાર્જ ચેન શિઆંગફેંગે જણાવ્યું હતું કે જયારથી આ સ્પર્ધા રજૂ કરવામાં આી છે ત્યારથી કોલેજના ઘણા વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છે છે અને તેમની વિગતો ગુપ્ત રાખવામાં આવશે. આ સ્પર્ધાનો હેતુ સ્પર્મ એકઠું કરવાનો નથી પરંતુ રિપ્રોડકિટવ હેલ્થ પ્રત્યેક જાગૃતતા લાવવાનો છે.

(10:25 am IST)