મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

હોંગકોંગમાં ' એપલ ડેઇલી ' અખબારના પૂર્વ વરિષ્ઠ સંપાદકની ધરપકડ : થોડા દિવસો પહેલા તમામ સંપત્તિ જપ્ત કરી લેવાઈ હોવાથી અખબાર બંધ કરવું પડ્યું હતું : છેલ્લા એક મહિના જેટલા સમયમાં આઠમા કર્મચારીની ધરપકડ

હોંગકોંગ : હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક  ' એપલ ડેઇલી ' અખબારના પૂર્વ વરિષ્ઠ સંપાદક લામ મેન ચુંગની રાષ્ટ્રીય સુરક્ષા ઉપર જોખમ ઉભું કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા તમામ સંપત્તિ જપ્ત કરી લેવાઈ હોવાથી આ અખબાર બંધ કરવું પડ્યું હતું .
છેલ્લા એક મહિના જેટલા સમયમાં આ અખબારના આઠમા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.આ અગાઉ પણ ગયા મહિને અન્ય એક પૂર્વ સંપાદકની ધરપકડ કરાઈ હતી. જેનું નામ જાહેર કરાયું નહોતું.પોલીસે અખબારના કાર્યાલય ઉપર છાપો મારી લેપટોપ ,હાર્ડ ડ્રાયવ સહિત 23 લાખ ડોલરની સંપત્તિ કબ્જે કરી હતી. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)