મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

હૈદરાબાદમાં ફિલ્મ દેખાડવાનો કારસો રચી ર યુવકોએ ૧૧ વર્ષની બાળકી સાથે કર્યુ દુષ્કર્મઃ થઇ ધરપકડ

     હૈદરાબાદમાં ૧૧ વર્ષની બાળકીનુ અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ર યુવાનોની ધરપકડ કરવામા આવી છે.

     પોલીસએ જણાવ્યું કે આરોપીઓએ બાળકીને ફિલ્મ બતાવવાના બહાને ફોસલાવી અને સુમસામ બનેલા બિલ્ડીંગમા લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યુ. આ પછી બિલ્ડીંગની બહાર નીકળતા સમયે લોકોએ પકડી લીધેલ અને પોલીસના હવાલે કરેલ.

(11:54 pm IST)