મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

શિવ સેના માટે પ્રશાંત કિશોર યોજના બનાવશે

મહારાષ્ટ્ર-આદિત્યને સીએમ ખુરશી સુધી પહોંચાડવા તૈયારી

આદિત્ય ઠાકરેના રાજકીય કેરિયરને યોગ્ય ટ્રેક પર લવાશે

મુંબઇ,તા. ૨૨: ચૂંટણી વ્યુહરચનાકાર પ્રશાંત કિશોર હવે શિવ સેના યુથ વિંગના વડા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની રાજકીય કેરિયર બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. પાર્ટીના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે પ્રશાંત કિશોર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન ખુરશી સુધી પહોંચાડી દેવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આના માટે નક્કર યોજના તૈયાર કરવામાં આવનાર છે. આ સંબંધમાં બેઠક પણ થઇ  ચુકી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આદિત્ય ઠાકરે તરફથી જન આર્શિવાદ યાત્રા કાઢવામાં આવનાર છે. લોકસભા ચૂંટણીથી પહેલા ફેબ્રુઆરીમાં પ્રશાંત કિશોરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય સાથે વાતચીત કરી હતી. ભાજપ અને શિવસેના વચ્ચે સંબંધ સારા ન હતા. ચર્ચા હતી કે ભાજપ પ્રમુખ અમિત શાહના કહેવા પર જેડીયુની રણનિતી તૈયાર કરી હતી.શિવ સેનાના ઇતિહાસમાં પ્રથમ વખત આવુ બન્યુ છે જ્યારે આદિત્ય ઠાકરે સીધી રીતે ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે.પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે તેઓ રહેશે.

 

વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર ભાજપના મુખ્ય રણનિતીકાર તરીકે હતા. તેમના કારણે જ મોદી પ્રચંડ બહુમતિ સાથે જીતી જવામાં સફળ રહ્યા હતા.  (૯.૧૭)

(4:08 pm IST)