મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

લ્યો બોલો...હવે ગુણવત્તાની ગેરન્ટી નથી રહ્યો ISI માર્ક

સામાનને પરખવા માટે ISIને ગુણવતાની ગેરન્ટી માનતા હો તો તમે ખોટા છોઃ ર૦૧૭- અને ર૦૧૮માં ૧૧ર૩ નમુનામાંથી ૪૯૬ ફેલઃ સૌથી વધુ નમુના પાણીના ફેલ થયાઃ ઘરેલુ સામાનના ૮ ટકા સેમ્પલો માપદંડમાં ખોટા ઠર્યાઃ ૩ વર્ષમાં નબળી પ્રોડકટની ફરિયાદો વધી

આઇએસઆઇ માર્કવાળા કોઇ ઉત્પાદનની ગુણવતા ખરાબ હોવાનું માલુમ પડે તો ગ્રાહક Consumerhelpline.gov.in  પર ફરીયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત આઇએસઆઇની વેબ સાઇટ પર જઇને પણ ફરીયાદ નોંધાવી શકાય છે

નવી દિલ્હી તા. રર :.. જો તમે કોઇ ચીજ પરના આઇએસઆઇ માર્કને તેની ગુણવતાની ગેરંટી ગણતા હો તો તમારૂ માનવું ખોટું પણ હોઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોગસ આઇએસઆઇ માર્કના કિસ્સાઓ વધ્યા છે. તો સાથે સાથે અસલી  આઇએસઆઇ માર્કના ઉત્પાદનો પણ ગુણવતામાં નબળા સાબિત થયા છે.

આઇએસઆઇ માર્કના સૌથી વધારે  નમૂના પાણીના ફેઇલ થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાણીન અર્ધાથી વધારે નમૂના માપદંડોમાં ઉણા ઉતર્યા છે. ર૦૧૭-૧૮ માં ૧૧ર૩ નમૂનામાંથી ૪૯૬ સેમ્પલો ફેલ થયા હતાં. અ ઉપરાંત આઇએસઆઇ માર્કના વિભીન્ન ઘરેલુ સામાનના પણ આઠ ટકા સેમ્પલ ગુણવતા બાબતે ઉણા ઉતર્યા હતાં.

આઇએસઆઇ માર્કના ઉત્પાદનોની ગુણવતા સુનિશ્ચીત કરવા માટે બીઆઇએસ ફેકટરીઓની મુલાકાત લઇને ગુણવતાની તપાસ કરે છે. ઉપરાંત આઇએસઆઇ અથવા બીઆઇ ર્માકવાળા ઉત્પાદનો ખરીદીને તેની તપાસ લેબોરેટરીમાં કરે છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહયું કે ઘણા ઉત્પાદનો નકકી કરાયેલા માપદંડો અનુસારના નથી હોતાં.

ગ્રાહક મંત્રાલયના આંકડાઓ અનુસાર, આઇએસઆઇ માર્કનો દુરૂપયોગ કરતી કંપનીઓની સાથે આઇએસઆઇ માર્કના ઉત્પાદનો પણ ગુણવતામાં ખરા નથી ઉતરતા.

છેલ્લા ત્રણ વર્ષમાં આઇએસઆઇ માર્કની હલીક કવોલીટીની ફરીયાદો વધી છે. અને તેના પર આઇએસઆઇ અધિનીયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવી ર૦૪ ફરીયાદો થઇ હતી જેમાંથી ૧૪૪ એટલે કે ૭૦ ટકા ફરીયાદો સાચી નિકળી હતી.

(11:38 am IST)