મુખ્ય સમાચાર
News of Sunday, 22nd July 2018

સુપ્રીમકોર્ટ એસસી/એસટી એકટ વિરૂદ્ધ ચુકાદો આપે તો કેન્દ્ર સરકારે વટહુકમ લાવવો જોઇએ : રામવિલાસ પાસવાન

નવી દિલ્હી :  એસસી/એસટી એકટની જોગવાઇઓને નબળી કરવા અંગે દાખલ કરાયેલી રિવ્યુ પીટીશન અંગે ટિપ્પણી કરતા કેન્દ્રીયમંત્રી રામ વિલાસ પાસવાને ગઇકાલે કહ્યું હતું કે એસસી/એસટી એકટમાં કોઇપણ પ્રકારના પરિવર્તનને નહીં સ્વીકારીએ, તેમણે વધુ માં જણાવ્યું હતું કે જો સુપ્રીમકોર્ટ એસસી/એસટી એકટ વિરૂદ્ધ ચુકાદો આપશે તો કેન્દ્ર સરકારને આ મામલે વટહુકમ લાવવો જોઇએ. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર એપ્રિલ મહિલનામાં ટોચની કોર્ટમાં ગઇ હતી અને એસસી/એસટી એકટમાં તાત્કાલિક ધોરણે ધરપકડ ન કરવાના આદેશ પર ફરીવાર વિચારણા કરવા અપીલ કરી હતી. ર૦ માર્ચે દેશની ટોચીનલ અદાલતે કહ્યું હતું કે ઘણા અવસરે જોવામાં આવ્યું કે નિદોર્ષ લોકોને દોષી બનાવી દેવાય છે અને તેમના પર આરોપ મુકી દેવાય છે અને તેમની ફરજ બજાવવા દેવાતી નથી. આ કાયદાને અનુરૂપ નથી.

(12:15 pm IST)