મુખ્ય સમાચાર
News of Saturday, 22nd June 2019

દિવાળી સુધીમાં સોનાનો ભાવ 40 હજારની સપાટીએ પહોંચશે

અમેરિકા-ઈરાન વચ્ચે તનાવભરી સ્થિતિનીની વૈશ્વિક સ્તર પર અસરથી સોનાંના ભાવમાં ભડકો થશે

નવી દિલ્હી : સોનાના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસથી આગઝરતી તેજી જોવાઈ રહી છે સોનાના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. સામાન્ય લોકોને સોનું ખરીદવું હવે મુશ્કેલ બની રહ્યું છે ત્યારે  હજુ પણ કિંમતોમાં દીવાળી સુધી ઉછાળો રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જાણકારોનો કહેવા મુજબ દીવાળી સુધી સોનુ 40 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે

  . દીવાળીના શુભ તહેવારોમાં અને ત્યાર બાદ આવનારા લગ્ન પ્રસંગો માટે લોકોને સોનું ખરીદવું ઘણું મોંઘુ બની જશે. અમેરિકા-ઈરાન વચ્ચે તનાવભરી સ્થિતિનીની વૈશ્વિક સ્તર પર અસરથી ભારતમાં સોનાની કિંમતો પ્રભાવિત થઈ શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની આગ ઘણા દેશોને દઝાજશે તે વાત નક્કી છે. જેને લઈને આગામા દિવસોમાં પેટ્રોલ અને સોનાના ભાવોમાં ભારે ઉછાળો આવશે.

(8:35 pm IST)