મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

મેલાનિયાની જેકેટ પરના લખાણે મચાવી ધમાલ અનેકવિધ તર્કવિતર્ક :ટ્રમ્પે કરવી પડી ચોખવટ

ખાખી રંગના જેકેટની તસ્વીર ઝડપથી વાયરલ ;કયો સંદેશ છુપાયો ?

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્ની મેલાનિયાના જેકેટ પરના લખાણથી જબરો વિવાદ સર્જાયો છે મેલાનિયા ટ્રમ્પે અમેરિકા મેક્સિકો સરહદે બાળ પ્રવાસીઓ સાથે મુલાકાત કરી સૌને ચોંકાવ્યા હતા હાલમાં મેલાનિયા ટ્રમ્પ તેના જેકેટના કારણે જબરી ચર્ચામાં છે મેલાનિયા ટ્રમ્પ પ્રવાસી બાળકોને મળવા માટે પહોંચ્યા ત્યારે જે જેકેટ પહેર્યુ હતું તેના પર લખ્યું હતું કે 'મને તો બિલકુલ પરવા નથી, શું તમને છે?'એવા સવાલ ઉઠી રહ્યાં હતાં કે શું આવું જેકેટ સમજ્યા વિચાર્યા વગર પહેરવામાં આવ્યું હતું કે પછી પ્રથમ મહિલા તરફથી કોઈ સંદેશ છૂપાયેલો હતો? જો આમ હતું તો સંદેશ કોના માટે હતો?

 મેલાનિયા ગઈ કાલે જ્યારે ટેક્સાસ માટે વિમાનમાં રવાના થયા ત્યારે તેમણે ખાખી રંગનું જેકેટ પહેર્યુ હતું. તસવીર ખુબ ઝડપથી વાઈરલ થઈ. પ્રથમ મહિલાના પ્રવક્તા સ્ટેફની ગ્રિશમે કહ્યું કે તેમાં કોઈ સંદેશો છૂપાયેલો નથી. એક જેકેટ છે. ટેક્સાસના મહત્વના પ્રવાસ બાદ હું આશા કરું છું કે મીડિયા બધુ ધ્યાન તેમના પરિધાન પર કેન્દ્રિત કરે.

  ટેક્સાસ પહોંચ્યા બાદ મેલાનિયાએ વિવાદાસ્પદ જેકેટની જગ્યાએ બીજુ જેકેટ પહેરી લીધુ હતું. પરંતુ વ્હાઈટ હાઉસ પાછા ફરવા દરમિયાન તેમણે ફરીથી તે વિવાદાસ્પદ જેકેટ પહેરી લીધુ હતું. પત્નીના પાછા ફર્યા બાદ થોડીવારમાં ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે મેલાનિયાના જેકેટ પર પાછળ જે લખ્યું હતું તે બનાવટી મીડિયા માટે છે. તેમણે લખ્યું કે મેલાનિયાને ખબર પડી ગઈ છે કે તેઓ કેટલા ખોટા છે અને હવે તે ખરેખર તેમની પરવા કરતી નથી.

(10:59 pm IST)