દૈનંદિન જીવનમાં યોગાને સ્થાન આપી શારિરીક તંદુરસ્તી તથા માનસિક સ્વસ્થતા મેળવો : અમેરિકામાં પતંજલિ યોગપીઠ તથા આર્યસમાજ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે દર શનિ-રવિ વિનામૂલ્યે યોગા ક્લાસનું આયોજન
હયુસ્ટન : દૈનંદિન જીવનમાં યોગાને સ્થાન આપી શારીરિક તંદુરસ્તી તથા માનસિક સ્વસ્થતા હાંસલ કરવા યુ.એસ.માં પતંજલિ યોગાપીઠ તથા આર્યસમાજ હયુસ્ટનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં શનિવાર તથા રવિવાર બે દિવસીય સેમિનાર યોજાઇ ગયો. જે દર શનિવારે તથા રવિવારે સવારે ૮ વાગ્યાથી ૯-૩૦ વાગ્યા દરમિયાન યોજાય છે. જેમાં વિનામૂલ્યે ભાગ લઇ શકાય છે. તથા યોગ નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવી શકાય છે.
ઉપરાંત હેલ્થ ફેરના આયોજન સાથે વિદ્ધાનોના વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવે છે. આર્યસમાજ સંચાલિત યોગાક્લાસ અંતર્ગત આસન પ્રાણાયામ, તથા મેડીટેશન શીખવવામાં આવે છે. જે અંગે વિશેષ માહિતિ માટે શ્રી શેખર અગ્રવાલ કોન્ટેક નં.૨૮૧-૨૪૨-૫૦૦૦ નો સંપર્ક સાધવા અથવા ખ્શ્વર્ક્કીર્તીર્ળીષંશ્શ્વિંફર્ૂીદ્દફૂશ્વત્ર્ંયતદ્દફૂઁ દ્વારા માહિતી મેળવી શકાય છે. તેવું ત્ખ્ફ દ્વારા જાણવા મળે છે. (૪૬.૭)