મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

સરકાર કઇ રીતે નદી ‌કિનારે કેમ્‍પ કરવાની અનુમતિ આપી શકે ? ગંગાની પવિત્રતા જાળવી રાખવી એ સરકારની જવાબદારી છેઃ ઉત્તરાખંડના ઋષિકેશમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગંદકી થતા હાઇકોર્ટ દ્વારા રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઇડિંગ જેવી રમતો ઉપર પ્રતિબંધ

ઋષિકેશઃ ઉત્તરાખંડના ઋષિકેશમાં નદી કિનારે રિવર ‌રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી રમતોના કારણે હાઇકોર્ટે ઉત્તરાખંડ સરકારની ઝાટકણી કાઢીને આવી રમતો ઉપર પ્રતિબંધ મુક્યો છે.

ઉત્તરાખંડ અત્યારે ફરવા જવાના હોવ તો તમને આ નિર્ણય કદાચ ન પણ ગમે. કારણ કે લોકોનું ઋષિકેશ ફરવા જવા પાછળનું મોટું કારણ રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઇડિંગ જેવી રમતો પણ હોય છે. ઉત્તરાખંડ હાઇકોર્ટે ઋષિકેશમાં થતી રિવર રાફ્ટીંગ, પેરાગ્લાઇડિંગ જેવી પાણીની રમતો માટે સરકારને બે સપ્તાહનો  સમય આપ્યો છે.  જ્યાં સુધી યોગ્ય નીતિ નિયમ બનાવવાનો આદેશ આપ્યો છે. ત્યાં સુધી આ રમતો પર પ્રદેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ નિર્ણય પર્યાવરણમાં ફેલાઇ રહેલી અશુદ્ધતાને કારણે લીધો છે.

ઋષિકેશ નિવાસી હરિઓમ કશ્યપે હાઇકોર્ટમાં આ પાણીની રમતોને કારણે પર્યાવરણમાં ગંદકી સામે જનહિતની અરજી નોંધાવી હતી. તેમણે આમાં દલીલ કરતાં કહ્યું કે સરકારે 2014માં ભગવતી કાલા તથા વિરેન્દ્ર સિંહ ગુસાઇને રાફ્ટિંગ કેમ્પ લગાડવા માટે કેટલીક શરતોની સાથે લાઇસન્સ આપ્યું હતું.

કોર્ટે રાફ્ટિંગ અને અન્ય જોખમી રમતો દરમિયાન થતી મૃત્યુંનું ઉદાહરણ આપીને મામલાની ગંભીરતાને સમજાવી અને સરકારને એક પારદર્શી પોલીસી બનાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું કે રાફ્ટિંગ કરાવવાનો લાઇસન્સ અનુભવી પ્રોફેશનલ્સને જ આપવામાં આવે. તે વાત પર પણ જોર આપવામાં આવ્યું કે ટુરિઝમ જરૂરી છે પરંતુ પ્રકૃતિને દાવ પર લગાવીને નહીં.

જણાવીએ કે ઋષિકેશ યુવાઓનું મનપસંદ વેકેશન સ્પોટ છે. અહીંયાના મશહુર રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ વોટર ગેમ્સ દ્વારા જ 5000થી 7000 લોકોને રોજગાર મળે છે. પરંતુ કોર્ટે પર્યાવરણની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પ્રદેશ સરકારને ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે સરકાર કઇ રીતે નદી કિનારે કેમ્પ કરવાની અનુમતિ આપી શકે? ગંગાની પવિત્રતાને જાળવી રાખવી સરકારની જવાબદારી છે.

(5:20 pm IST)