મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

આડેધડ લીલા શાકભાજીના જ્યુસ ના પીવો જીવલેણ સાબિત થઇ શકે

જો તમને લાગતું હોય કે લીલા શાકભાજીનું જ્યુસ એટલે હેલ્થ માટે સૌથી બેસ્ટ અને તમને હંમેશા ફિટ રાખશે તો એવું બિલકુલ નથીઃ લોકોમાં વધી રહ્યો છે આ જોખમી ટ્રેન્ડ : ગાજરનું જ્યુસ પણ છે ખતરનાક

નવી દિલ્હી તા. ૨૨ : જો તમને લાગતું હોય કે લીલા શાકભાજીનું જયુસ એટલે હેલ્થ માટે સૌથી બેસ્ટ અને તમને હંમેશા ફિટ રાખશે તો એવું બિલકુલ નથી. હકીકત તો એ છે કે અનેક જાતની શાકભાજીનું જયુસ જેને આપણા શરીર માટે તેમજ અનેક બીમારીઓમાં ઈલાજ માટે ઉત્તમ દવા માનવામાં આવે છે તે આપણા શરીર માટે કયારેક ખૂબ જ નુકસાનકારક સાબીત થઈ શકે છે.

આજકાલ એક ટ્રેન્ડ લોકોમાં જોવા મળે છે તે છે કે રોજ સવારે પોતાના ઘરની નજીક આવેલ પાર્કમાં ચાલવા જવું અને અહીં મળતા દુધીના જયુસને પીવું. પરંત તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રીતનું દૂધીનું જયુસ તમારી હેલ્થને વધુ નુકસાન કરશે.

દૂધીનું જયુસ બનાવતા પહેલા તે કડવી છે કે નહીં તે ચેક કરવું ખૂબ જરૂરી છે. જેથી ખબર પડી શકે કે કયાંક દૂધી ઝેરી તો નથીને. આ માટે દૂધીની સ્લાઇસ કાપો અને પછી જરાક ટેસ્ટ કરો જો તે કડવી લાગે તો તેનું જયુસ બિલકુલ ના બનાવો. કેમ કે દુધીનો કડવો સ્વાદ તેમાં રહેલા કુકુરબીટાસિન નામના તત્વના કારણે આવે છે. જે એક સાઇટો ટોકિસક પદાર્થ છે.

ફકત દૂધી જ નહીં કાકડી, રીંગણ, કોળુ અને તરબૂચ જેવા ફળ અને શાકભાજીમાં પણ સાઇટો ટોકિસક નામનું આ રસાયણ મળી આવે છે. માટે આવા કોઈપણ ફળ કે શાકભાજીને ટેસ્ટ કર્યા વગર જયુસ બનાવી પીવું જોઈએ નહીં. સાઇટો ટોકિસક શરીરમાં જતા જ આંતરડામાં રીએકશન આવ છે અન ઉલ્ટી શરૂ થઈ જાય છે. પેટમાં ખૂબ જ દુખાવો ઉપડે છે અને બ્લડ પ્રેશર નીચું થવા લાગે છે.

આ તમામ લક્ષણ જયુસ પીધાના ૩૦ મિનિટની અંદર શરૂ થઈ જાય છે. જોકે કયારેક પૂરતી સારવાર ન મળતા અથવા તો સામાન્ય બિમારી હોવાની વાત પર તેને નિગ્લેટ કરવામાં આવ છે. જે આગળ જઈને ઘણું મોંઘુ પડે છે.

ગાજરનું જયુસ પણ કયારેક શરીર માટે હાનીકારક બની શકે છે જો તેને વધુ માત્રામાં પીવામાં આવે તો. આમ તો પોષક તત્વોથી ભરપૂર ગાજરનું જયુસ આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તેને નિશ્ચિત માત્રાથી વધુ સેવન કરવામાં આવે તો બ્લડ શુગરનું પ્રમાણ અચાનક જ ખૂબ વધી જાય છે અને તમારી સ્કિનનો કલર પણ રેન્જ થઈ જાય છે. તો ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.

યૂરોપિયન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એન્ડ હેપાટોલોજી અનુસાર બ્રોકલી ખાવામાં તો આરોગ્યપ્રદ છે. પરંતુ તેનું જયુસ બિલકુલ ન પીવું જોઇએ. તેનાથી લીવરમાં ટોકિસક પદાર્થો એટલે કે વિષાકત પદાર્થો જમા થાય છે.(૨૧.૨૬)

(3:40 pm IST)