મુકેશ અંબાણીએ લગાવી છલાંગ વિશ્વના ૧પમાં શ્રીમંત વ્યકિત બન્યાઃ ર દિ'માં કમાણી થઇ ૯પ અબજની
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડ.ના વડા મુકેશ અંબાણીનો પગાર તો આ વર્ષે નથી વધ્યો પણ તેમની સંપત્તિ સતત વધી રહી છે : આજે તેઓ વિશ્વના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં ૧પમાં સ્થાને પહોંચ્યા છે : તેમણે વોલમાર્ટના જિમ વોલ્ટન અને રોબ વોલ્ટનને પાછળ છોડી દીધા છે : હવે મુકેશ અંબાણી અલીબાબાના જે કની નજીક પહોંચી ગયા છે : તે ૧૪માં ક્રમે છે અને સંપત્તિ છે ૩.૧૧ લાખ કરોડ રૂપિયા : શેરબજારમાં આવેલી તેજીથી રિલાયન્સનો ભાવ ઉંચકાયો : મુકેશ અંબાણીની સંપત્તિ ૧.૪ અબજ ડોલર વધી આ રીતે ર૧ જુને તેમની કુલ મિલ્કત ૪૧.૯ અબજ ડોલર એટલે કે ર.૮૪ લાખ કરોડ થઇ : માત્ર ર દિ'માં સંપત્તિમાં ૯પ અબજ રૂપિયાનો વધારો થયો છે : પ્રથમ ક્રમે જેફ બેજોસ છે તેમની સંપત્તિ ૧૪પ અબજ ડોલર ૯ર.૮ અબજ ડોલર સાથે બીજા ક્રમે બિલ ગેટ્સ અને ૮૧.૬ અબજ ડોલર સાથે વોરેન બફેટ છે, માર્ક ઝુકરબર્ગ ૮૧.૬ અબજ ડોલર સાથે ચોથા ક્રમે છે