મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટે મેડિકલ કોલેજ માટે આપ્યુ 71 કરોડ રૂપિયાનું મહાદાન

શિરડી સાંઈબાબા મંદિર ટ્રસ્ટે 71 કરોડ રૂપિયાનું દાન આપ્યાની માહિતી મળી છે. હાલ મહારાષ્ટ્ર સરકાર આર્થિક તંગીનો સામનો કરી રહી છે. ત્યારે મંદિરના ટ્રસ્ટે કોલેજોના આધુનિકીકરણ માટે દાન આપ્યુ છે. જેથી હોસ્પિટલોની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં વધારે સારી સેવા પૂરી પાડી શકે. આપને જણાવી દઈએ કે, શિરડી મંદિરની વાર્ષિક આવક 700 કરોડ રૂપિયા છે.

 

(12:00 am IST)