મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

અમેરિકામાં ટ્રમ્પ શાસની કડક વીઝા પોલીસીના કારણે સ્ટુડન્ટસ વીઝામાં ઘટાડોઃ સરળ વીઝા પોલીસીના કારણે કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો હોટ ફેવરીટ

ન્યુદિલ્હીઃ અમેરિકામાં ટ્રમ્પ શાસનની કડક વીઝા પોલીસીના કારણે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જનારા વિદેશી સ્ટુડન્ટસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કારણ કે અભ્યાસ પૂરો થયા બાદ નોકરીમાં વિધ્ન તેમજ ઇમીગ્રન્ટસ નિવાસીઓ માટે પ્રશ્નો સહિતની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જનારા સ્ટુડન્ટસની સંખ્યા ઓબામા શાસનમાં હતી તેના કરતા ૪૦ ટકા જેટલી ઘટી જવાપામી છે. તેવંુ જુદી જુદી કંપનીઓના સર્વેમાં જોવા મળ્યુ છે.

આ કારણે સ્ટુડન્ટસ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે લેવાતી લોનમાં પણ ઘટાડો થયો છે. સામે પક્ષે  કેનેડા, ઓસ્ટ્રેલિયા, સહિતના દેશોની સરળ વીઝા પોલીસી તથા ઇમીગ્રેશન રૃલ્સના કારણે આ દેશોમાં જનારા સ્ટુડન્ટસ તથા વિદેશી નાગરિકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

(9:19 pm IST)