મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

સુપ્રિમ કોર્ટમાં ૪ નવા જજોની નિમણુંક : ૩૧ની પૂર્ણ સંખ્યા થઈ ગઈ

રાષ્ટ્રપતિએ સુપ્રિમ કોર્ટમાં ૪ નવા જજોની નિમણુંક કરી છે જેમાં મુંબઈ હાઈકોર્ટના જસ્ટીસ બી.આર.ગવાઈ, હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટીસ સૂર્યકાંત, ઝારખંડના ચીફ જસ્ટીસ અનિરૂદ્ધ બોઝ અને ગૌહતી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એ.એસ. બોપન્નાનો સમાવેશ થાય છે. આ ચારેય સુપ્રિમ કોર્ટના નવા જજો કાલે ગુરૂવારે અથવા શુક્રવારે શપથ ગ્રહણ કરશે. આ ૪ નવા જજો પોતાનું ચાર્જ સંભાળશે તે સાથે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિત તેની પૂર્ણ, ૩૧ જજોની, સંખ્યા સાથે કાર્યરત બનશે : લગભગ એક દાયકા પછી સુપ્રિમ કોર્ટમાં તેની નિયત સંખ્યા મુજબ ૩૧ જજોની પૂરેપૂરી વરણી થઈ ચૂકી છે

(4:09 pm IST)