મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

હવે પછીની ભાજપ સરકારમાં પણ નિતિન ગડકરી છવાયેલા રહેશે?

નવી દિલ્હી, તા.૨૨:- લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એકઝીટ પોલ્સ અનુસાર, કેન્દ્રમાં એનડીએ સરકાર બની શકે છે. જયારે એકઝીટ પોલના પરિણામો આવ્યા પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે આરએસએસ નેતા ભૈયાજી જોશી સાથે મુલાકાત કરી, જેને કારણે દ્યણી આશંકાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીના પરિણામોની દ્યોષણા ગુરુવારે થશે. પોલ ઓફ પોલ્સ અનુસાર, એનડીએ લગભગ ૩૦૦ કરતા પણ વધારે સીટો જીતી શકે છે, જયારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ ૧૨૨ અને અન્ય દળો ૧૧૪ સીટો મેળવી શકે છે.

નીતિન ગડકરીના નજીકના સૂત્રો અનુસાર આરએસએસ નેતાઓ સાથે તેમની મુલાકાત એકઝીટ પોલના સંદર્ભમાં શિષ્ટચાર ભેટ હતી. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારી સરકારમાં નીતિન ગડકરીની ભૂમિકા અંગે પણ ચર્ચા થઇ. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ગડકરી સંદ્યના નજીક છે.

લગભગ ૨ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ શામિલ હતા, જેમને મીડિયા સાથે ઘણી સરકારી યોજનાઓ પર ચર્ચા કરી. જયારે એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું કે એકઝીટ પોલ અંતિમ નિર્ણય નથી, પરંતુ સંકેત આપે છે કે ફરી એકવાર એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોના દમ પર ભાજપા સત્ત્।ામાં આવવાના સંકેત છે.

(3:33 pm IST)