મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

2018 ની સાલના ત્રીજા ક્વાર્ટર સુધીમાં 5.44 લાખ વિદેશી નાગરિકોને અમેરિકાનું નાગરિકત્વ અપાયું : આ નાગરિકત્વ મેળવનાર વિદેશીઓ પૈકી 37431 ની સંખ્યા સાથે ભારતીયો બીજા ક્રમે : યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસનો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં  2020ની સાલમાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓ યોજાશે ત્યાર પહેલા અમેરિકાનું નાગરિકત્વ મેળવવા ભારતીયો સહીત વિદેશી મૂળના નાગરિકો આતુર છે.

તાજેતરમાં યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા બહાર પડાયેલા આંકડાઓ મુજબ 2018 ની સાલના ત્રીજા ક્વાર્ટર સુધીમાં 5.44 લાખ વિદેશી નાગરિકોને અમેરિકાનું નાગરિકત્વ અપાયું છે.જે પૈકી ભારતીયોની સંખ્યા 37431 છે.જે કુલ સંખ્યાના 7 ટકા જેટલી થવા જાય છે. આગલા  વર્ષની સરખામણીમાં આ સંખ્યા 19  ટકા વધુ છે.જોકે વિદેશીઓને અપાયેલા નાગરિકત્વની સંખ્યા આગલા વર્ષના ત્રીજા ક્વાટરની સરખામણીમાં 15 ટકા વધુ છે.

(11:50 am IST)