મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ભારે કરી :70 વર્ષના દાદીમાં પ્રેગનન્ટ:છઠ્ઠો મહિનો ચાલે છે : સોનોગ્રાફી રિપોર્ટને જોઈ ડોકટર્સ પણ આશ્વર્યમાં ગરકાવ !!!

વિશ્વ અજબગજબનું બનતું હોય છે 70 વર્ષની ઉંમરમાં ઘણા લોકો બરાબર ચાલવા માટે સમર્થ હોતા નથી પરંતુ 70 વર્ષની એક વૃદ્ધાએ દાવો કર્યો છે કે તે પ્રેગનન્ટ છે અને તેને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે.

   મેક્સિકોના સિનાલોઆમાં રહેતી મારિયા ડી લાલૂસે મીડીયા સમક્ષ તેના સોનોગ્રાફી રીપોર્ટસ પણ શેર કર્યો છે. મહિલાને પહેલાથી સાત બાળકો છે અને તેનો સોનોગ્રાફી રીપોર્ટસ જોઇને ડોકટરો પણ આશ્વર્યમાં ગરકાવ થઇ ગયા છે.

   મારિયાનું કહેવું છે કે તેના પગમાં દર્દ છે અને તેને વારંવાર ઉલ્ટી જેવું થાય છે. જેવું પ્રેગનન્સી દરમ્યાન થતું હોય છે. અત્યાર સુધીમાં અલગ અલગ 10 સોનોગ્રાફી રીપોર્ટસ કરાવ્યા છે જે દરેકમાં તે પ્રેગનન્ટ હોવાનું ફલીત થાય છે. રીપોર્ટના આધારે ડોકટર્સનું કહેવું છે કે મારિયા એક તંદુરસ્ત બાળકને જન્મ આપશે.

   જો મારિયા બાળકને જન્મ આપશે તો તે દુનિયાની સૌથી ઉંમરલાયક મા બનનાર બીજી મહિલા બનશે. પહેલા પંજાબની દલજીંદર કૌરે 2016માં 70 વર્ષની ઉંમરમાં એક બાળકને જન્મ આપ્યો હતો. જો કે દલજીંદર IVF ટેકનીકથી પ્રેગનન્ટ થયા હતા.

   મેક્સિકોની 70 વર્ષીય મારિયા ડી લાલૂસે પ્રેગનન્સીને લઇને વધુ માહિતી આપી નથી. તેણે એવું પણ નથી જણાવ્યું કે તે કેવી રીતે પ્રેગનન્ટ થયા કે માટે તેઓએ ક્યા ફર્ટીલાઇઝેશન ટેકનીકનો ઉપયોગ કર્યો. ડોકટર્સનું કહેવું છે કે જો તે બાળકને જન્મ આપશે તો સિઝેરીયન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે.

 

(12:36 am IST)