મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

‘‘ફેસ્‍ટીવલ ઓફ કલર્સ એન્‍ડ ફૂડ'': યુ.એસ.ના ઓકબ્રુક વિલેજમાં FIAના ઉપક્રમે ઉજવાઇ ગયેલો ઉત્‍સવઃ શિકાગો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ, ઓકબ્રુક વિલેજ પ્રેસિડન્‍ટ શ્રી ગોપાલ લાલમલાણી, FIAના હોદેદારો, સહિત ૧૫૦૦ લોકોની ઉપસ્‍થિતિઃ એવોર્ડ વિતરણ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ઉદબોધનો, તથા પરસ્‍પર રંગોની છોળો ઉડાડી ખાણી પીણીના આનંદ સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

શિકાગોઃ યુ.એસ.માં  એમ્‍સીડોનાલ્‍ડ સોસર ફિલ્‍ડસ, ઓકબ્રુક ઇલિનોઇસ મુકામે ૬મે ૨૦૧૮ના રોજ ‘‘ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શન (FIA)''ના ઉપક્રમે ઓકબ્રુક વિલેજના સહકારથી ‘‘ફેસ્‍ટીવલ ઓફ કલર્સ એન્‍ડ ફૂડ'' ઉજવાઇ ગયો.

સવારે ૧૧-૩૦ થી સાંજના ૫-૩૦ દરમિયાન કરાયેલી ઉજવણીમાં ૧૫૦૦ જેટલા લોકો ઉત્‍સવનો આનંદ માણવા ઉમટી પડયા હતા. કાર્યક્રમની ઉજવણી અંતર્ગત વ્‍યવસાય તથા કોમ્‍યુનીટી સેવાઓ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપનાર અગ્રણીઓને ‘‘એવોર્ડ ફોર એક્ષલન્‍સ ઇન બિઝનેસ'' તથા ‘‘એવોર્ડ ફોર કોમ્‍યુનીટી સર્વિસ'' આપી બિરદાવાયા હતા.

ઉજવણીમાં ભારતના શિકાગો ખાતેના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ, તથા ઓકબ્રુક વિલેજ પ્રેસિડન્‍ટ શ્રી ગોપાલ લાલમલાણી, FIA ફાઉન્‍ડર પ્રેસિડન્‍ટ શ્રી સુનિલ શાહ તથા શ્રીમતિ રીટા શાહ, પ્રેસિડન્‍ટ શ્રી નેઇલ ખોટ તથા શ્રીમતિ અનુરાધા ખોટ, પાસ્‍ટ પ્રેસિડન્‍ટ શ્રી ઓકારસિંઘ સંઘા, તથા કાર્યક્રમના આયોજકો સુશ્રી ગીતાંજલિ મારૂ, સુશ્રી પ્રતિભા જૈરાથ, શ્રી જીગર શાહ, શ્રી સૌજ્ઞન ઠક્કર સહિતના મહાનુભાવો શામેલ થયા હતા. તથા પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. બાદમાં સહુએ અબીલ ગુલાલ તથા રંગોની છોળોથી ફેસ્‍ટીવલ ઓફ કલર અને ખાણી-પીણીની મોજથી ફેસ્‍ટીવલ ઓફ ફુડનો આનંદ માણ્‍યો હતો. વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(11:09 pm IST)