મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવા પાક, સેનાના પ્રમુખે કરી હતી અમેરિકા સાથે સોદાબાજી? : નવો ખુલાસો

લાદેનના ખાત્માના બે દિવસ પહેલા કયાનીએ ઘણા અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરી !! પુસ્તકમાં ખુલાસો

અલ કાયદાના ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવા શું પાકિસ્તાન સેનાના પ્રમુખે કંઈક મદદ કે સોદાબાજી કરી હતી /લાદેનને શું અમેરિકાએ જાતે શોધ્યો હતો? કે પછી પાકિસ્તાની સેનાના પૂર્વ પ્રમુખ જનરલ અશફાક કયાનીએ દુનિયા મોસ્ટ વોન્ટેડ આતંકીની જાણ કરી હતી? આ અંગે નવા ખુલાસા થયા છે

   અબેટાબાદમાં અમેરિકી સેનાના હુમલામાં લાદેનની હત્યાના માત્ર બે દિવસ પહેલા જ કયાનીએ ઘણાં અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જેના કારણે અનુમાન લગાવવામાં આવે છે આ માત્ર સંયોગ હતો કે કોઇ સિક્રેટ પ્લાનનો ભાગ?

   પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના પૂર્વ પ્રમુખ અસદ દુર્રાનીએ ઓસામા બિન લાદેન અંગે જાણકારી આપી હતી. ગુપ્તચર એજન્સી અને તેમના કારનામાઓ પર આધારિત પુસ્તક 'Spy Chronicles RAW, ISI and the Illusion of Peace'માં દુર્રાની અને ભારતીય ગુપ્તચર એજન્સી રોના પૂર્વ પ્રમુખ એએસ દુલતની વાતચીત છપાઇ હતી. પુસ્તક માટે આ વાતચીતનું પત્રકાર આદિત્ય સિન્હાએ ચિત્રણ કર્યું છે.

   પુસ્તકના The Deal for Osama bin Laden શીર્ષકવાળા ચેપ્ટરમાં દુર્રાનીએ આ અંગે વિસ્તારથી વાતચીત કરી હતી. તેમણે કહ્યું,"અમેરિકી હેલીકોપ્ટર દેશની સીમાના 150 કિલોમીટર અંદર સુધી ગયા અને કોઇને જાણ ન થઇ? અમારી પર અક્ષમ હોવાનો આરોપો લાગ્યા, ડબલ ગેમ રમવાનો આરોપ લાગ્યો અને બદલામાં અમને શું મળ્યું? હવે હું એ જાણવા માંગું છું."

   જનરલ કયાની પર પૈસાની લાલચમાં અમેરિકા સાથે ઓસામા બિન લાદેનને જાણકારી આપવાનો આરોપ અંગે દુર્રાની કહે છે, 'એનડીસી (નેશનલ ડિફેન્સ એકેડમી)માં કયાની મારો પ્રિય વિદ્યાર્થી હતો. નિવૃત થયા પછી તે મને મળ્યો જ નથી કે હું એને પુછી શકુ કે તેણે આવું કાંઇ કર્યું છે કે નહીં. જો મને ખબર પડે કે તેણે અરબો ડોલર કે મોટી મિલકતની લાલચમાં આવી કોઇ ડિલ કરી છે તો હું જાતે તેની સામે ચળવળ શરૂ કરીશ.'

બંન્ને ગુપ્તચર પ્રમુખો વચ્ચે થયેલી દિલચસ્પ વાતચીતના કેટલાક અંશો : 

દુલત: ઓસામાની મોત પહેલા થોડા દિવસો પહેલા કયાનીએ કોની સાથે મુલાકાત કરી હતી અને ક્યાં કરી હતી?

દુર્રાની: જહાજ પર

દુલત: કે પછી એરબેસમાં. આ પછી બે દિવસ બાદ થટેલી મહત્વની ઘટનાના ઘણાં અર્થ નીકળે છે. કયાની આ મીટિંગમાં કેમ ગયા હતાં. અફઘાનિસ્તાનમાં ત્યારે અમેરિકાના કમાન્ડર કોણ હતાં?

દુર્રાની: 2011માં ? પેટ્રોયસ

દુલત: આ ઇત્તેફાકથી વધારે જ કાંઇ લાગે છે, કારણ કે આ મીટિંગના બે દિવસ પછી જ ઓસામાની મોત કરાઇ હતી.

દુર્રાની: હું પણ માનું છું. આ માનવા પાછળ ઘણાં તર્ક છે.

 

પુસ્તકમાં બંન્ને પૂર્વ જાસૂસોની વાતચીચને મોડરેટ અને કમ્પાઇલ કરનાર પત્રકાર આદિત્ય સિન્હાએ કયાનીની આ મીટિંગને ઘણી નજીકથી પરખી. જે પ્રમાણે 8 એપ્રિલના રોજ કયાનીએ સેંટકોમ (અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ)ના તત્કાલિન પ્રમુખ જનરલ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે 20 એપ્રિલના રોજ જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માઇક મુલેન સાથે મુલાકાત કરી. જ્યારે 26 એપ્રિલના રોજ તેમની મુલાકાત અફઘાનિસ્તાનમાં ત્યારના અમેરિકી કમાન્ડર રહેલા જનરલ ડેવિડ પેટ્રોર્યસ સાથે થઇ.

જેના ત્રણ દિવસો પછી અમેરિકાએ 29 એપ્રિલના રોજ ઓસામા બિન લાદેનના ઘર પર હુમલાનો ઓર્ડર આપી દીધો હતો અને બે મેના રોજ તેને મારી નાંખવામાં આવ્યો હતો.

 

ઓસામાનું રહસ્ય બહાર લાવનાર ડોક્ટર આફરિદીની કથિત ભૂમિકા માટે પણ તેમની વચ્ચે વાતો થઇ : 

દુલત: આ ડોક્ટરનો શું રોલ હતો? જેને કેદ કરવામાં આવ્યો?

દુર્રાની: પોલિયોની રસી પીવડાવવાની આડમાં તેણે ઓબામાની ભાળ મેળવી હતી.

દુલત: તો તે અમેરિકીઓ માટે કામ કરતો હતો. મને એવું લાગે છે કે આ ડોક્ટર દ્વારા ઓસામાની ખબર પડી હશે અને તેમણે કયાનીને કહ્યું હોય કે તું આ કામમાં સાથ આપીશ કે નહીં?

દુર્રાની: હા, હોઇ શકે છે. મને નથી લાગતું કે આ ડોક્ટરે અમેરિકાને ઓસામાની જાણ કરી હોય. મને વિશ્વાસ છે કે પાકિસ્તાની સેનાના એક નિવૃત્ત અધિકારીએ અમેરિકીઓને આની જાણ કરી છે. હું એનું નામ નહીં લવ હું એને સાબિત પણ નથી કરી શકતો અને ન મારે તેને કોઇ પબ્લિસિટી અપાવવી છે. તેને કેટલા લાખ ડોલર મળ્યાં એની તો ખબર નથી પરંતુ તે પાકિસ્તાનમાંથી ગુમ છે.

(8:32 pm IST)