મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

ડ્રાફ્ટ પોલિસીમાં શું છે......

સોશિયલ મિડિયા આઈડીથી પણ લાભ મળશે

        નવીદિલ્હી, તા.૨૨ : કેન્દ્ર સરકારે વિમાની કંપનીઓની મનમાનીને ખતમ કરવા માટે એવિએશન સેક્ટરમાં મોટા સુધારાઓની આજે જાહેરાત કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ આજે વિમાની યાત્રીઓ માટે શ્રેણીબદ્ધ ભેંટ સોગાદોની જાહેરાત કરી હતી. પેપરલેસ યાત્રા માટે બીજી યાત્રાની શરૂઆતની સાથે સાથે કેન્સલેશન ચાર્જ પર મોટી રાહત મળવા જઈ રહી છે. સરકારે પેસેન્જર ચાર્ટર માટે ડ્રાફ્ટ જારી કરી દીધો છે. કેબિનેટની મંજુરી મલી ગયા બાદ આને લાગૂ કરવામાં આવશે. ડ્રાફ્ટની જોગવાઈ અંગે માહિતી આપતા ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ કહ્યું હતું કે, ફ્લાઇટ બુકિંગ બાદ ૨૪ કલાકના ઓનલાઈન ઓપ્શન રહેશે. ત્યારબાદ અને ફ્લાઇટના સમયથી ૯૬ કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલેશન પર કોઇ ચાર્જ લાગૂ થશે નહીં. કઇ કઇ સુવિધા અપાશે તે નીચે મુજબ છે.

 

*   ફ્લાઇટ બુકિંગ બાદ ૨૪ કલાકના લોગીન ઓપ્શન

*   ત્યારબાદ અને ફ્લાઇટના સમયથી ૯૬ કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલેશન પર કોઇ ચાર્જ નહીં

*   ૨૪ કલાકની અંદર ટિકિટમાં નામ, સરનામા જેવા ફેરફાર ફ્રીમાં થઇ શકશે

*   કેન્સલેશન ચાર્જ બેઝિક ભાડા અને ફ્યુઅલ ચાર્જેસથી વધારે ન હોઈ શકે

*   એરલાઈન્સ કંપનીઓની ભૂલથી ફ્લાઇટ ડિલે થાય છે તો યાત્રીઓને વળતર મળશે

*   ફ્લાઇટ આગામી દિવસ સુધી ડિલે થાય છે તો કોઇપણ વધારાના ચાર્જ માટે યાત્રીઓના હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરવી પડશે

*   કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થવાની સ્થિતિમાં કંપનીઓને વળતર આપવું પડશે

*   ફ્લાઇટ ચાર કલાકથી વધારે ડિલે થાય છે તો યાત્રી ટિકિટ કેન્સલ કરાવી શકે છે અને પૂર્ણ રિફંડ મેળવી શકે છે

*   યાત્રીઓને બે સપ્તાહથી ઓછા અને યાત્રાના ૨૪ કલાક પહેલા સુધી ફ્લાઇટ કેન્સલ થવાની સૂચના આપવામાં આવે છે તો એરલાઈન્સ કંપનીને જુના શેડ્યુઅલ મુજબ બે કલાકની અંદર બીજી ફ્લાઇટ અથવા તો ટિકિટ રિફંડની સુવિધા આપવી પડશે

*   વિમાન ટેક ઓફ કરતાની સાથે જ યાત્રીઓને ઇન્ટરનેટની સુવિધા અપાશે પરંતુ ઇલેક્ટ્રોનિક ડિવાઇઝને ફ્લાઇટ મોડમાં રાખવાની જરૂર રહેશે

(7:31 pm IST)